________________
૩૦૯
આવું કામ કરીશ નહિ.' આ પ્રમાણે કહી કૃષ્ણે તેની નગરી છોડી દીધી અને દ્રોપદીને પાંડવાને સોંપી કૃષ્ણે રથ ઉપર
એસી પાંડવાની સાથે સત્વર ચાલતા થયા.
આ તરફ ચંપાપુરીમાં ઉદ્યાનની અંદર તીર્થંકર પ્રભુ સમેાસર્યાં હતા. તે ખબર જાણી કપિલ વાસુદેવ તેમને વંદના કરવા ગયા હતા. કપિલ પદામાં બેસી પ્રભુની અમૃત જેવી દેશના સાંભળતા હતા, ત્યાં કૃષ્ણના શ’ખના માટે બળવાન ધ્વનિ પ્રસરતા ત્યાં આવ્યો. પાંચજન્ય શ`ખના નિ સાંભળી કપિલ વાસુદેવનુ મન આકુલવ્યાકુલ થઈ ગયું. તેણે પ્રભુને પૂછ્યું કે, આ કાના શ`ખના ધ્વનિ પ્રસરે છે ?’પછી શ્રી મુનિસુવ્રત સ્વામીએ દ્રોપદી, પદ્મરાજા, કૃષ્ણ અને પાંડવાની કથા વિસ્તારથી કહી સ’ભળાવી. કપિલે કહ્યુ', સ્વામી, અભ્યાગત થઈ ઘર આવેલા વિષ્ણુની પૂજા કરૂ ?’ ભગવાન ખેલ્યા, કદાચિત વાસુદેવ મેટા કાર્ય માટે આવી ચડે, પણ એ વાસુદેવ પરસ્પર મળે નહીં, એ તે નિશ્ચય છે.' આ પ્રમાણે કહેતાં જ વાસુદેવ મનમાં ઉત્કંઠા લાવી બેઠા થયા, કારણ કે, ઉત્કંઠાવાલા પુરૂષા કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિ જાણતા નથી સમુદ્રના તટ ઉપર આવી સમુદ્રની વચ્ચે જોયુ, ત્યાં મેટા વાયુએ પ્રેરેલા અને સુંદર કાંતિવાલા રથના ધ્વજો તેના જોવામાં આવ્યા. પછી તેમણે શંખ વગાડી જણાવ્યુ' કે, હે પૂજ્ય, તમે મળીને જાએ, કારણ કે, હું અતિથિની પૂજા કરૂ છું. તેથી તમે સત્વર પાછા વળો.' પછી કૃષ્ણે પાંચજન્ય શ ́ખના નાદથી તેમને જણાવ્યું કે, તે ઘેર આવવામાં સત્વર તૈયાર થયેલ છે.