________________
૩૦૮
તેમ કૃષ્ણની આગળ રહેવાને અસમર્થ એવે પ પાતાની નગરીમાં ચાલ્યું ગયો. પદ્મને જે બળનેા બાકીના વિભાગ રહ્યો હતો, તે રાખવાને અસમર્થ એવા તેણે લેાઢાની ભૂગલવાલા પેાતાના નગરના દરવાજા ઢાંકી દીધા. પછી ક્રોધ રૂપ અગ્નિથી પ્રજ્વલિત એવા કૃષ્ણ દાંત વડે હાડને પીસતા તરત રથમાંથી ઉતરી પગપાલા દોડ્યા. તે વખતે તેમણે નરસિંહનુ રૂપ લીધું. મુખ ફાડી અને ચાર દાઢો બતાવતા તે બીકણુ લેાકેાને ભયંકર દેખાવા લાગ્યા. પછી તેમણે પગના ઘાથી બધા કીલ્લાને તોડી પાડ્યો અને જીણુ વસ્ત્રની જેમ કમાડના કટકે કટકા કરી નાંખ્યા. પછી પગના ઘાથી મેાટા ઘા પણ ભાંગી નાંખ્યાં અને, પ કયાં છે ?’ એમ તે વારવાર કહેવા લાગ્યા. પછી કૃષ્ણ બળથી અંદર પેસી પદ્મના મહેલમાં દાખલ થયા; તે વખતે, હવે શું કરવું ?’ એમ મૂઢ બની ગયેલેા પદ્મ રાજા દ્રૌપદીને શરણે આવ્યા. તેણે પાકાર કરી કહ્યું, મારી રક્ષા કરે, રક્ષા કરે. હું દાસ તમારા શરણે આવ્યો છું. આ નરસિંહ કપ પામતાં હું જીવતાં મરેલા જેવા છું.” દ્રૌપદી ખેલી, જો તારે જીવવાની ઇચ્છા હાય તો તું સ્ત્રી વેષ પહેર અને મને આગળ કરી અને કૃષ્ણના ચરણમાં પડ.' પછી પદ્મ સ્રી વેષ પહેરી દ્રૌપદીને આગળ કરી અને પાતે ધ્રુજતે શરીરે આવી નરહરિને નમી પડ્યો. નરહરિ મેલ્યા, પદ્મનાભ, હવે ભય પામીશ નહિ. મારાથી સ્ત્રીઓને ભય હાતા નથી. વીરપુત્રા બાળક, અમલા અને હથીઆર છેડી દેનારને શું મારે છે ? જા ચાલ્યા જા, તારૂ રાજ્ય ભાગવ. ફ્રીવાર