________________
કારણ કે, સુજ્ઞ પુરૂષ પ્રમાદી હોતા નથી. ત્યાર પછી કૃષ્ણ પાંડવોની સાથે સંકેત કરી સૈન્ય સાથે ચાલ્યા. તેઓ બધા પશ્ચિમ સમુદ્રના કાંઠા ઉપર માગધ તીર્થમાં આવી પહોંચ્યા. ત્યાં લવણ સમુદ્રને જોઈ પાંડવોએ કૃષ્ણને કહ્યું કે, “તમારા જેવા બળવાન પુરૂષથી પણ આ સમુદ્ર ઉતરી શકાય તે નથી.” કૃષ્ણે કહ્યું, “જ્યાં સુધી હું સ્વસ્થ થઈ આ સમુદ્રના અધિષ્ઠાતા દેવ સુસ્થિતને વશ કરું, ત્યાં સુધી તમે અહીં રહે.” આ પ્રમાણે કહી કૃષ્ણ બ્રહ્મચર્ય પાળી અઠ્ઠમ તપ કરી ધ્યાનસ્થ થઈ તે સુસ્થિત દેવની આરાધના કરી. દેવે પ્રત્યક્ષ થઈ કહ્યું, “મારે એગ્ય કામ બતાવો.” કૃષ્ણ કહ્યું, મારે ઘાતકીખંડમાં અમરકંકા નગરીને વિષે જવાનું છે, ત્યાંથી પદ્મનાભે હરેલી નિત્ય યૌવનવાલી દ્રૌપદીને લાવવી છે. તેમાં તમે સહાય કરે” સુસ્થિત દેવે હાસ્ય કરી કહ્યું, કાશ–ઘાસને કાપવામાં કુહાડાનું શું કામ પડે? તમે બધા અહીં રહે. હું તેને લાવી આપું. તમારે ત્યાં જવાની જરૂર નથી.” કૃષ્ણ બોલ્યા, “એમ કરવાથી મને લેકે છલકૃષ્ણ કહે, તેથી મારે તેવું છલકપટ કરવું નથી. હું તે ત્યાં જઈ તે પદ્મને યુદ્ધમાં જતી દ્રૌપદીને લાવું, ત્યારે મારું શ્રેય–સારું કહેવાય અને શાસ્ત્રમાં મારો યશ ચિરસ્થાયી રહે. તેથી હે દેવ, અમારા છે રથને સમુદ્રની અંદર માર્ગ મળે તેવું કરે. તે કરવાથી તમે બધું કર્યું, એમ હું માનીશ.” કૃષ્ણનાં આવાં વચન સાંભળી મન એજ સાધન છે જેનું એવા સુસ્થિત દેવતાએ એવું કર્યું કે, કૃષ્ણ પાંડેની સાથે