________________
૩૦૪
પરમેષ્ઠી નામનો જપ કરતી તથા અબેલ તપ કરતી દ્રૌપદી ત્યાં રહી પિતાનું વ્રત પાળવા લાગી. અહીં હસ્તિનાપુરમાં પ્રાતઃકાલે પાંચ પાંડવે પિતાની શય્યા દ્રૌપદી વગરની જોઈને, તે ક્યાં ગઈ?” એમ વિચારમાં પડ્યા તેથી તેઓ ચિંતાથી આકુળવ્યાકુલ થઈ નગરની બહાર વનમાં અને કીડા પર્વતમાં જોવા લાગ્યા, પણ કોઈ ઠેકાણે દ્રૌપદીને પત્તો લાગ્યો નહિ. પછી તેમણે પોતાની માતા કુંતાને મોકલી કૃષ્ણને તે ખબર પહોંચાડ્યા તે જાણી કૃષ્ણ તેની શોધ કરવા લાગ્યા, પણ તેને કઈ ઠેકાણે દ્રૌપદી મળ્યાં નહીં. કૃષ્ણ વિલખે મુખે પિતાની પર્ષદામાં બેઠા, ત્યાં કલિપ્રિય અને સાર્થક નામવાલા નારદ આવી ચડ્યા. કૃષ્ણ વિગેરેએ તેમને સન્માન કરી આસન આપ્યું. નારદ આસન ઉપર બેઠા. પોતે બધું જાણતા હતા, તે પણ અજાણ્યા થઈને બેલ્યા, “કૃષ્ણ, જરાસંઘને માર્યા પછી અર્ધ ભરતને ભેગવતા એવા તમારે હવે શી ચિંતા છે? કે જેથી દુઃખી છે તેમ દેખાઓ છે ? કૃષ્ણ કહ્યું, “દેવર્ષિ, સ્વેચ્છાથી ફરતા એવા તમે કઈ દેશમાં પાંડની સ્ત્રી દ્રૌપદીને દીઠી ? નારદ અધર ઉપર હાસ્ય કરતા બેલ્યા, “કૃષ્ણ, સમુદ્રની પેલી પાર ધાતકીખંડમાં આવેલી અમરકંકા નગરીમાં હું ગમે ત્યાં પદ્મરાજાના ગૃહના મનહર ઉદ્યાનમાં જાણે નિશ્ચલ પુતળી હોય તેવી પાંચાલી જોવામાં આવી હતી. આવી વાર્તાને અંકુર મૂકી નારદજી ત્યાંથી ઉઠીને કયાંય ચાલ્યા ગયા. કૃષ્ણ જાણી લીધું કે, આ કામ એ નારદનું જ છે. પછી કૃષ્ણ ખુશી થઈ એ ખબર કુંતાને મુખે પાંડવોને કહેવરાવ્યા,