________________
૩૦૩
અમારી ઉપર ચિરકાલ સ્વામીપણું કર. હું જાણું છું કે તું પાંચ પાંડવથી હેરાન થાય છે, કારણ કે, વનિતાને અને પૃથ્વીને એક પતિ હોવું જોઈએ. દેવી, હવે તું મારા એકની સાથે જ ભોગ ભગવ, કારણ કે, કામદેવ જરા પણ ખમી શકતો નથી. પદ્મનું આવું કાને કડવું લાગે તેવું વચન સાંભળી દ્રૌપદીએ વિચાર્યું કે, “આ દુઃખ પૂર્વ ભવના કર્મના ચગે આવી પડયું; જ્યારે દુઃખ આવી પડે ત્યારે કાલક્ષેપ કરે ચગ્ય છે તેથી હું અત્યારે કાલક્ષેપ કરું તે સારૂં થશે.” આવું વિચારી મેટી બુદ્ધિશાળી દ્રૌપદી બોલી, જે પર પુરૂષને ભેગવવા ઈચ્છે તે કુલવધુને ધર્મ નથી તથાપિ જે એક માસ સુધીમાં કઈ મારો સ્વજન વર્ગ મને શોધવાને આવશે નહીં તે પછી હું તમારી જ છું. તે સિવાય નહિ. જે તમે હમણું મારી સાથે બળાત્કાર કરશે તે મને મરેલી માનજે. તેથી તમારે બળાત્કાર કરે નહિ. દ્રૌપદીનાં આવાં વચન સાંભળી પ વિચાર કર્યો કે, એક માસ હમણું ચાલ્યા જશે, પછી આ સ્ત્રી મારી જ છે; તેટલામાં શા માટે બળાત્કાર કરે જોઈએ? વળી બે લાખ
જન પ્રમાણુ લવણસમુદ્રને તરીને અહીંયા કોણ આવશે ? આ પ્રમાણે હૃદયમાં વિચારી તે દ્રૌપદીનું કહેવું કબુલ કરીને પિતાની સભામાં ગયો. હવે દ્રૌપદીએ એવી પ્રતિજ્ઞા કરી કે, “જ્યાં સુધી કોઈ એક માસની અંદર મારી શેને માટે ન આવે ત્યાં સુધી સ્નિગ્ધ ભજન કરૂં નહિ અને તેથી કદી મારૂં મરણ થાય તે પણ તે શ્રેયઃ છે.” આવી પ્રતિજ્ઞા કરી બીચારી દ્રૌપદી પદ્યને ઘેર રહી. પાંચ પાંડવો અને પાંચ