________________
त्रयोदश सर्गः દ્રૌપદીનુ' હરણુ-શ્રી કૃષ્ણ તથા પાંડવાનુ અમરક'કા નગરીમાં જવુ’દ્રૌપદીનુ...લાવવુ. પાંડવાને દેશવટો આપવા અને દ્વારકામાં આવવું.
પાંચ પાંડવા સ્વેચ્છાથી વિલાસ કરતા હસ્તિનાપુરમાં જઈને પોતાનું રાજ્ય ભોગવતા હતા. તેઓ પોતપોતાના વારા પ્રમાણે દ્વાપદીની સાથે ક્રીડા કરતા હતા અને ભક્તિથી સ્થાને સ્થાને જિન ક્રિશ કરાવતા હતા. તે હંમેશાં જિનપૂજામાં પરાયણ અને સાધુએની સેવામાં તત્પર રહી દાનશાલાએ કરી ઉત્તમ પ્રકારનાં દાન આપતા હતા. એક ન્યાય ધર્માંને જાણનારા, ગુરૂની ઉપાસના કરનારા અને શસ્ત્ર તયા શાસ્ત્રમાં પ્રવીણ એવા તેએ ગયેલા કાળને જાણતા ન હતા. એક વખતે દ્રૌપદીને ઘેર નારદમુનિ આવી ચડ્યા. આ મિથ્યાદષ્ટિ છે,' એમ જાણી દ્રૌપદીએ તેનું સન્માન કર્યું નહિ. આથી કાળી કાંતિને ધારણ કરતા નારદ જાણે સાક્ષાત્ સપ` હાય, તેમ ક્રોધ પામી જેમ તેમ ખેલતા રાષ કરીને ચાલ્યા ગયા. કલહ કરવાના કૌતુકી એવા તે નારદે મનમાં વિચાયુ" કે, એ દ્રૌપદી પાંડા જેવા પતિને મેળવી માનવતી થઈ છે. મને આવેલા જોયા, તે પણ તે ઊઠી નહીં કે નગ્ન થઈ નહિ. હવે માટી બુદ્ધિવાલા હું તેને એવા સંકટમાં પાડું કે જેથી તે મારી અવજ્ઞાનું ફળ લાંબા કાળ ભોગવે. આ ભરતખ'ડમાં તેણીના સ્વજને, પાંડવ પતિ છે, માટે કાઈ બીજો તેણીના અથી ન થાય આવું મનમાં