________________
૨૯૭
ધર્મમાં ત્વરા રાખે અને પ્રમાદ કરશો નહિ. ધર્મનું ફળ મોક્ષ છે અને અધર્મનું ફળ નરક છે.”
પ્રભુની આવી કાનને અમૃત રસ જેવી વાણી સાંભળી વરદત્ત રાજા મુક્તિના કારણ રૂપ વૈરાગ્યને પ્રાપ્ત થયું. તે વખતે વાસુદેવ કૃષ્ણ અંજલિ જેડી પૂછયું, “પ્રભુ, તમે રાજીમતી કન્યાને પરણ્યા વિના છોડી દીધી, તથાપિ તે તમારી ઉપર ગાઢ પ્રેમવાલી થઈ અને તમારામાં નિશ્ચય કરીને રહેલી છે. તેના પિતા વિગેરેએ ઘણું કહ્યું, તે છતાં તેણીએ બીજા વરની ઈચ્છા કરી નહિ. હે સ્વામી, તમે તેને પરણ્યા નહિ, તે છતાં તમારામાં રામતીને એટલે બધે પ્રેમ છે તેનું શું કારણ? ઉલટો એમ કરવાથી તે તમારી પર દ્વેષ થે જોઈએ.” કૃષ્ણ આ પ્રમાણે પૂછ્યું એટલે નેમિનાથે ધનવતીના ભવથી માંડીને રામતી સુધીના બધા નવ ભવની વાર્તા કહી સંભળાવી. તે સાંભળી કૃષ્ણ, રાજમતી અને બધી પર્ષદા ખુશી થઈ ગઈ કે સદ્દબુદ્ધિવાલે માણસ કંઠ સુધી અમૃતનું પાન કરી તૃપ્ત ન થાય? તે વખતે વરદત્ત બેઠે થઈ વિનયથી નગ્ન થઈ બોલ્યા, “હે જગત્પતિ, આ સંસાર રૂપ સાગરને તારનારી દીક્ષા આપ.” પછી વરદત્તની સાથે બે હજાર ક્ષત્રિએ સ્વામી સેવક ભાવથી દીક્ષા ગ્રહણ કરી. જેઓ પ્રભુના ધનના ભવથી બંધુ થયા હતા, એવા ધનદત્ત અને ધનદેવ બંને વૈરાગ્યને પામી ગયા. વિમલબોધ મંત્રી કે જે અપરાજિતના ભવથી સ્વામીની સાથે હતા અને બીજા ત્રણ રાજાએ કે જે આ ભવમાં પ્રભુની સાથે હતા, તેઓ ત્યાં