________________
કૃણે ઉત્તર દ્વારથી તેમાં પ્રવેશ કર્યો. પછી નેમિનાથને ત્રણ પ્રદક્ષિણ આપી અને નમસ્કાર કરી કૃષ્ણ ગ્ય સ્થાને બેઠા અને તે પછી બીજા રાજાઓ બેઠા. ચોસઠ ઈદ્રો પણ જાણે સંકેત કર્યો હોય તેમ એકી સાથે ત્યાં આવ્યા અને બીજા કલ્પવાસી દેવતાઓ પણ આવી હાજર થયા. તે પછી જગતના સ્વામી શ્રી નેમિનાથ પ્રભુએ કેવલજ્ઞાનથી પ્રાપ્ત થયેલી જનગામી વાણુ વડે નીચે પ્રમાણે ધર્મદેશના આપી:
હે ભવ્ય, દેવગતિ વિગેરે ચાર પ્રકારની ગતિ કહેવાય છે, તેમાં દેવતાઓ વિષયાસંગી હોય છે, તેથી તેમનામાં ધર્મ ડે હોય છે. નારકીના છ દુઃખથી સંતપ્ત હોય તેથી તેમને તે ક્યાંથી જ ધર્મ હોય? અને તિર્યંચમાં તે વિવેક હોતું નથી તેથી તેમને ધર્મ ઘણે દુર્લભ છે. તેથી સર્વમાં મનુષ્યને ધર્મ કર્મની પૂર્ણ સામગ્રી હોય છે. તે સામગ્રી મનુષ્યપણું પ્રમુખ ચાર પ્રકારે છે. તે ચાર પ્રકારની સામગ્રી પ્રાપ્ત થયાં છતાં જે માણસ પ્રમાદ કરે છે, તેને છતાં જળે તરસ્યા રહેનારા માણસની જેમ મૂર્ખ સમજ. આ લક્ષ્મી, આયુષ્ય અને યોવન ચંચલ છે, તેથી મનુષ્ય એ ત્રણેને પ્રાપ્ત કરી વચમાં વચમાં ધર્મ કરી લે. ઉત્તમ મનવાલા પુરૂષે દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારને ધર્મ આચરે. તેમાં વિરતિ લક્ષણવાલે ધર્મ વિશેષપણે દુષ્કર છે. તેમાં કર્મની નિર્જરા મોટી છે અને કર્મની નિર્જરાથી પુરૂષને ક્ષણમાં મેક્ષ થઈ જાય છે. આવું જાણીને સમર્થ પુરૂષે ધર્મને વિધ્ર કરનારા પાંચ પ્રમાદને છેડી વિરતિ લક્ષણ ધર્મ આચરે. હે ભવ્ય, તેથી તમે