________________
૨૯૪ રથનેમિ તે દુનમાંથી અને જમતી તે સધ્યાન માંથી ચલયમાન થયાં નહીં એવી રીતે વર્તતાં તેમને કેટલાક દિવસ ચાલ્યા ગયા.
એક વખતે રાજીમતીએ પિતાના દીયરને બોધ આપવાને ગળા સુધી ગાયનું દૂધ પીધું અને તે ઉપર તત્કાલ વમન કરાવે તેવું મીંઢળનું ફળ ખાધું. પછી તેણીએ રથનેમિ પાસે સોનાનો ઉત્તમ થાળ માંગ્યું. તેણે તે તરત લાવી આપે એટલે તેમાં રાજીમતીએ વમન કરી બધું દૂધ કાર્યું. પછી રાજકુમારીએ રથનેમિને કહ્યું કે, “આ બધું દૂધ પી જાઓ.” રથનેમિ બે , “કાંઈ કુતરે નથી કે, તે વમન કરેલું દૂધ પી જાઉં.” રાજીમતીએ કહ્યું, “તમે જ ખરેખર વમન કરેલાને ખાનારા છે, બીજે કઈ નથી. તમે તમારા બંધુ નેમિનાથે વમન કરેલી–છોડી દીધેલી મને ભોગવવાની શા માટે ઈચ્છા રાખે છે તેથી તમે ખરેખર મનુષ્યરૂપી શ્વાન જ છે, તેમાં કેઈ જાતને સંશય નથી. હવેથી કઈવાર નરકના કારણરૂપ આવું વચન બોલશે નહીં.” રાજીમતીએ આ પ્રમાણે કર્યું એટલે રથનેમિ પિતાને ઘેર આવ્યું અને ત્યાં પિતાની અભિલાષા પૂરી ન થવાથી તે કચવાતે મને રહેવા લાગે. ઉત્તમ હૃદયવાલી રાજીમતી નેમિનાથનું જ ધ્યાન કરતી ઘેર રહી અને તેમના વિયોગે દિવસને વર્ષના જેવા માનવા લાગી. શ્રી નેમિનાથ પ્રભુ વ્રતધારી થયા પછી ચપન દિવસે ગયા ત્યારે રૈવતગિરિ ઉપર આવ્યા. ત્યાં આવેલાં સહસ્ત્રાગ્ન વનમાં વેતરનાં વૃક્ષ નીચે અષ્ઠમ તપ કરી કાત્સગે રહેતાં તેમણે ઘાતકર્મનો નાશ