________________
૨૯૨
નથી. હે ચંદ્રમુખી, તારા અને મારા પ્રેમને મિશ્ર થાય તે પછી દુધ અને સાકરને ભેગા થયે કહેવાય. હે શુભાનના મારાં કટાક્ષે લાંબો કાળ ભમી ભમી તારામાં જ શાંત થયાં છે. હવે તારાં કટાક્ષોની સાથે જોડી તેમને માન આપ.” રથનેમિનાં આવાં વચન સાંભળી રાજીમતી ભૂમિ પર દષ્ટિ રાખી બેલી, મેં તમને મારા દીયર જાણ્યા છે અને તેથી જ મેં તમારી સાથે વાત કરી છે. જ્યારે તમે આવું બકે છે, તે મારે હવે તમારી સાથે વાત પણ કરવી નથી. મેં તે એમ જાણ્યું હતું કે તમે નેમિનાથના ભાઈ છે, તેથી તેમના જેવા જ હશે. કાચ અને મણિને ભેદ તે આજે જ મારા જાણવામાં આવ્યો. સહવાસમાં મનુષ્ય અને ઘર્ષણમાં સેનાની પરીક્ષા થાય છે. જો તમે પ્રેમની વાંછા રાખતા હો તે હવે આજથી કઈવાર આવું બોલશે નહિ. આપણે દીયર અને ભેજાઈનો પ્રેમ ચિરકાલ ટકી રહે. તમે નેમિનાથના ભાઈ થઈને આવું કેમ બેલે છે? એ વંશમાં મોતીપણાને પ્રાપ્ત કરી તમે પાષાણ હે તેમ વર્તે છે. વળી તમે જિનધર્મને પ્રાપ્ત કર્યો છે, તે છતાં આવું બોલે છે ? આવું ભારે પાપ કરી તમે કઈ દુર્ગતિમાં જવાના છે ? હે દીયર, તમે સર્વ રસના રાજા શાંત રસને શાંત મને સે અને કિંપાકના ફળ જેવા વિરસ શૃંગાર રસને છોડી દે.”
રામતીએ આ પ્રમાણે બોધ આપે, તે પણ પાષાણુ જેવાં હૃદયવાલા કઠેર રથનેમિને જરા પણ બંધ થયે નહિ. પછી અધિક તર્જના પામેલે તે ત્યાંથી ઉઠીને પિતાને ઘેર ચાલ્યા ગયે.