________________
ત્યાં દેવતાઓએ મનમાં હર્ષ ધરીને પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પછી નેમિપ્રભુ ત્યાંથી કર્મને ક્ષય કરવાને પૃથ્વીમાં વિહાર કર્યો. હવે નેમિનાથને રથનેમિ નામે એક અનુજ બંધુ હિતે. તે રામતીને દેખી કામદેવથી પીડાવા લાગ્યા. શું બધા જિતેંદ્રિય હોય છે? તે હંમેશાં અપૂર્વ વસ્તુઓથી રાજીમતીની ઉપાસના કરવા લાગ્યું. રાજમતી તે પવિત્ર બુદ્ધિથી સ્વીકારતી હતી. એક વખતે કામાતુર થયેલ રથનેમિ મળવાનું બહાનું કરી રાજીમતીને ઘેર આવ્યા. પવિત્ર રાજમતીએ તેને ઘણું જ સત્કાર કર્યો. પછી કામતુર રથનેમિએ એકાંતે રામતીને મશ્કરીપૂર્વક કહ્યું કે, અરે મુગ્ધા, તું કેવી મૂર્ણ છે કે, તારા આ યૌવનને વૃથા ગુમાવે છે? અમારા ભાઈઓમાં માત્ર પહેલા એક જ પદનો ભેદ છે, એ નેમિ અને હું રથનેમિ કહેવાઉં છું; તેથી મને તે રૂપે ચિંતવી મારી સાથે મોટા ઉત્સવથી વિવાહ કર અને ભેગ ભેગવી તારા યૌવનને સફળ કર. ફરીવાર આવું મુગ્ધ અને પવિત્ર યૌવન તને ક્યાં મળશે? હું પણ મારા યૌવનને વ્યત્યયથી સફળ કરૂં –આપણે બંને તેમ કરીએ. છેવટે તું નેમિનાથની પાસે નિશ્ચલ વ્રત ગ્રહણ કરજે, હું પણ વ્રત ગ્રહણ કરીશ. આપણે બંને ભેગ ભેગવી તે નિર્મલ વ્રતને પાળીશું. જે યૌવન વયમાં વ્રત લેવાય તે તે દૂષિત થાય છે, કારણ કે, કેઈ રૂપવાળી સ્ત્રીને જોઈ પુરૂષનું અથવા સ્વરૂપવાન પુરૂષને જોઈ સ્ત્રીનું મન તેમાં લાગ્યા વિના રહેતું નથી. અને અહંત ભગવાને તે હમેશાં નિઃસ્પૃહ હોય છે, તે માટે નેમિનાથે તારે ત્યાગ કર્યો, હું અને તું બંને નિઃસ્પૃહ