________________
વૈરાગ્યને પામીને તે રાજકુમારીએ દિક્ષા લેવાનું મન કર્યું. આ પ્રભુને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય ત્યારે હું વ્રત લઈશ, આ પ્રમાણે આનંદ ધરતી રાજકુમારી પ્રભુના દર્શન કરવા લાગી. પ્રભુ પૃથ્વીના આભૂષણરૂપ રૈવતગિરિ પાસે આવ્યા અને સુખેથી તેની પર આરૂઢ થયા. ત્યાં નામથી અને સાર્થકતાથી ઘટિત એવા સહસાગ્ર વનમાં આવી પ્રભુ શિબિકામાંથી ઉતર્યો. પછી તેમણે અંગ ઉપરથી આભૂષણે ઉતારી નાખ્યાં.
શ્રી નેમિપ્રભુએ જન્મથી ત્રણ વર્ષ ગયાં પછી શ્રાવણ માસના શુકલપક્ષને દિવસે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં છઠ કરી વિધિ પ્રમાણે લેચ કર્યો. તે વખતે આદિ ઈન્દ્ર પ્રભુને પાંચ મુષ્ટિ લેચ ગ્રહણ કર્યો અને તેને ક્ષીરસમુદ્રમાં પધરાવી ઘંઘાટને નિષેધ કર્યો. ઈન્દ્ર પ્રમુખ લેકે સાંભળતાં, “મારે હવે સર્વ સાવદ્ય કાર્ય કરવું નહિ, એમ પ્રભુએ સામાયિક વ્રતને ઉચયું. જ્યારે પ્રભુએ ભાવચારિત્ર ગ્રહણ કર્યું ત્યારે જાણે સંકેત કરીને આવ્યું હોય, તેમ મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે પ્રભુની સાથે એક હજાર રાજાઓએ દીક્ષા લીધી. બંને હરિ તથા બીજા રાજાઓ પ્રભુને નમી પછી પિતાને સ્થાને ગયા. દીક્ષિત થયેલા તે હજાર રાજાઓ વિધિથી શિક્ષા પ્રાપ્ત કરી શ્રી નમિનાથના પક્ષના મુનિઓની સાથે વિહાર કરવા લાગ્યા. પ્રભુ પણ દેવદૂષ્ય નામનું વસ્ત્ર પિતાની કાંધ ઉપર ધારણ કરી બે પ્રકારે પરિગ્રહનો ત્યાગ કરી વિહાર કરવા લાગ્યા. બીજે દિવસે વરદત્ત નામના બ્રાહ્મણને ઘેર તેમણે પાયસન્નથી છઠ તપનું પારણું કર્યું.