________________
૨૦૦
બોલે છે ? તે બોલવા લાયક અને સાંભળવા લાયક નથી. શું હું નેમિનાથને મૂકીને બીજે પતિ કરવા ઉત્સાહ કરું? રાત્રિ પણ ચંદ્રને મૂકી શું અન્ય પતિ કરે? પશ્ચિની સૂર્યને છેડી અન્યને પ્રિય કરે? શું રતિ મદનને મૂકી બીજાને વરે? આ ભવમાં નેમિ મારા વર થાઓ અથવા ગુરૂ થાઓ, તે સિવાય બીજો કોઈ ત્રિકરણથી શુદ્ધ મા ગુરૂ નથી.” આ પ્રમાણે સર્વ સખીઓને નિવારી રાજીમતીએ એવી પ્રતિજ્ઞા કરી અને તે પછી તપ તથા વ્રત કરી તેણે ઘણું વર્ષો નિગમન કર્યા. નેમિનાથ પ્રભુ અવધિજ્ઞાનથી અને લોકેના મુખથી રામતીની તે પ્રતિજ્ઞા જાણતા હતા, તથાપિ તેઓ તેણીમાં રાગી થયા ન હતા. તે પ્રભુ હંમેશાં ઇચ્છા પ્રમાણે યાચના કરતા પુરૂષને જાભક દેવતાના પૂરવાથી દિવસને પહેલે પહેરે દાન આપતા હતા. તે વખતે સમયને જાણનારા ચોસઠ ઈન્દ્રો અવધિજ્ઞાનથી દીક્ષાનો સમય નજીક જાણું પ્રભુની પાસે આવ્યા. પ્રભુ ઉત્તરકુરૂ નામની શિબિકામાં બેઠા. દેવ અને મનુષ્ય હર્ષથી પૂર્ણ થઈ તે શિબિકાને વહન કરવા લાગ્યા. શક તથા ઈશાન ઈન્દ્ર પ્રભુની બંને બાજુ ચામર ધરી રાખ્યા. સનકુમારે છત્ર અને મહેન્દ્ર ઉત્તમ ખડગ ધરી રાખ્યું. ભક્તિના ભારથી પૂર્ણ એવા બીજાઓએ સ્વસ્તિકાદિ મંગલ ધરી રાખ્યા. પછી પ્રભુ ઉત્સુક થઈ સર્વ યાદવેની સાથે ચાલ્યા. જ્યારે પ્રભુ ઉગ્રસેનના ઘરની નજીક આવ્યા ત્યારે ઉગ્રસેનની સુતા રાજીમતી પ્રભુને જોઈ ફરીવાર મૂચ્છ પામી ગઈ. સખીઓએ જળસિંચન કરી તેને ક્ષણમાં સાવધાન કરી. પછી અતિશય