________________
ર૮૯ મહા પુરે એવું કરે તો પછી પામર જનની શી વાત કરવી? અથવા મેં પૂર્વ જન્મે કરેલા કર્મને જ આ દોષ છે, નહીં તે આ પતિ પરણ્યા વગર પાછો કેમ જાય ? પૂર્વે મેં કઈ સ્ત્રીને તેના સ્વામીને વિગ કરાવ્યો હશે, અથવા કોઈ સ્ત્રીના પાણિગ્રહણમાં વિઘ નાખ્યું હશે. પાપનાં આવાં કડવાં ફળ જ થાય છે. લીંબડા પ્રમુખ વૃક્ષેનાં ફળ પણ કડવાં હોય છે. આ પ્રમાણે શેક કરતી રાજકુમારીને તેની સખીએ કહ્યું, “સખી, તું સ્નેહ વગરના ભરથાર ઉપર વૃથા સ્નેહ શા માટે કરે છે? સ્નેહવાલા પતિ ઉપર જ સ્નેહ કર ઘટે છે. વળી એક રીતે સારું કર્યું કે, તેણે પરણ્યા વગર તારો ત્યાગ કર્યો. એ ઉપરથી અનુમાન થાય છે કે, તે નપુંસક હશે, તેમાં કોઈ જાતનો સંશય નથી. અથવા સ્ત્રીઓનું પોષણ કરવાના વ્યવહારને નહિ જાણનારે વા મૂર્ખ હશે. હા, સમજાયું, તેને ભૂત વળગ્યું હશે, નહિ તો તે આવીને પાછો કેમ જાય ? તે શ્યામ મૂર્તિ તને પરણ્યા વિના મૂકીને ગયે એ તારું સારું ભાગ્ય. તેથી તારા કુળના અધિષ્ઠાયક દેવતા જાગે છે. હવે તારા પિતા ઉગ્રસેન ગૌર અંગવાળી એવી તારા યોગ્ય એવા કોઈ બીજા યાદવ પતિને જોઈને વિવાહત્સવ કરશે. તેણે આ શ્યામ વરનો જે અંગીકાર કર્યો તે કૃષ્ણના આગ્રહથી જ. ગૌર અંગવાળી સ્ત્રીને રોહિણીને ચંદ્રની જેમ ગૌર અંગવાળો પતિ જ ઘટે છે?” સખીએ આ પ્રમાણે કહ્યું એટલે રાજીમતી બે કાનમાં આંગળી નાખી બોલી, “અરે પાપીણું શું ૧૯