________________
૨૮૮
મને કહેશે નહિ. મેં મારી જ્ઞાનદષ્ટિમાં મારું પાણિગ્રહણ જોયું નથી. મેં તે જ બાબત જોઈ હતી અને તે પ્રમાણે જ થયું છે. બળવાન પુરૂષથી પણ ભાવીનું ઉલ્લંઘન થતું નથી.”
કણ અને યાદ શ્રી નેમિનાથ પ્રભુનો આ પ્રમાણે વ્રત લેવાનો નિશ્ચય જાણી તેમના રથને માર્ગ છોડી તિપિતાના રથ પાસે આવ્યા. પ્રભુ ઘેર આવી વ્રત લેવાને ઉતાવળા થયા, ત્યાં લોકાંતિક દેવતાઓએ આવી સમયસર સૂચના કરી કહ્યું કે, “હે પ્રભુ, તીથને પ્રવર્તાવે. સમુદ્રની પેઠે સજજનો પિતાની મર્યાદા છોડતા નથી” પછી પ્રભુએ તત્કાલ વાર્ષિક દાન આપવાનો આરંભ કર્યો જેમાં શક્ર ઈન્દ્રના કહેવાથી જભક દેવતાઓએ ઘણું દ્રવ્ય પૂર્યું.
પ્રભુની દીક્ષાના ઉત્સવના વાજિત્રોને શબ્દ સાંભળી રાજકન્યા રામતીએ પિતાની સખીઓને પૂછ્યું કે, ‘સખીઓ, આ દૂરથી શેને શબ્દ સંભળાય છે?” તે ખબર જાણે સખીઓએ રાજપુત્રી રાજીમતિને કહ્યું કે, “તમારા પતિ દીક્ષા લેવામાં ઉત્કંઠિત થયા છે. તે ખબર જાણતાં જ તે બાળી મૂછ ખાઈને પડી ગઈ. ક્ષણમાં મૂચ્છથી નિષ્ટ થયેલી રાજકુમારીને તેની પરિવારિકા સખીઓએ ચંદનનાં જળથી જાગ્રત કરી. તેને સંજ્ઞા આવી એટલે તે બાળા છુટે કેશ બેઠી થઈ તેણીનાં સર્વ અંગ ધુળથી ધૂસરિત થઈ ગયાં હતાં અને તેની કંચુક અશ્રુ જળથી આદ્ર થઈ ગઈ “અરે દેવ, શું તારા ઘરમાં પણ હાંસિ છે કે વિવાહ ગૃહમાં આવેલા વરને તે પાછો વાળે? મારા જેવી નિર્દોષ સ્ત્રીને છોડી એ પ્રભુએ શું કર્યું ? જ્યારે એવા