________________
પિતાના ઘર તરફ પાછા વળ્યા. તેમને પાછા વળતા જોઈ કૃષ્ણ વિગેરે યાદવે તેમની પાછળ ચાલી આગળ થઈ ગયા. તેઓ બધા મળીને કહેવા લાગ્યા, “અરે પંડિતમાની નેમિનાથ ! આ તમે શું બાળ ચેષ્ટા માંડી છે? શું તમારે અમારી મશ્કરી કરાવવી છે? એક વાર એ રાજકન્યાને પણ પછી તમારી ઈચ્છા આવે તેમ કરે જે તમને ઠીક લાગે તો તેને ભેગવજે અથવા છોડી દેજે, પણ અત્યારે અમને શરમાવાનું કરે નહિ.” નેમિનાથ બોલ્યા, “આ પાણિપીડન નથી પણ આ તે પ્રાણીપીડન છે, કારણ કે, તેમાં ઘણું પ્રાણીઓની હિંસા થાય છે. હે વિષ્ણુ મને આગ્રહ કરશે નહીં. મારું ભોગ કર્મક્ષીણ થયેલું છે, તેથી મારે પાણિગ્રહણ કરવું યુક્ત નથી. હું ઘેર આવવાને ઉઘત થયેલે દીક્ષા ગ્રહણું કરીશ.” તે સાંભળી શિવાદેવી અને સમુદ્રવિજયે ભારે રૂદન કર્યું. તેમનાં બંને નેત્રોમાં જાણે શ્રાવણ ભાદરે આવ્યા હોય તેમ અશ્રુની ધારા ચાલવા લાગી. તે રૂદન કરતા વડિલેને વારી કૃષ્ણ નેમિનાથ પ્રત્યે મધુર અને ધીર વાણીથી બોલ્યા, “પ્રભુ, જે તમારે આમ કરવું હતું તે પરણવાનું વચન શા માટે આપ્યું હતું ? જ્યારે વચન આપ્યું તે પછી તમારે છેડવું એગ્ય નથી. તેથી એ રાજકન્યાને પરણો, અદ્ભુત પુત્રો ઉત્પન્ન કરે, અને રૂષભદેવ વિગેરે જિનેશ્વરની પંક્તિમાં બેસે નીતિવેત્તાઓનું એવું વચન છે કે, મહાન પુરૂષે પ્રથમ સંસાર સાધવે અને પછી પહેલેક સાધવો.” કૃષ્ણનાં આવાં વચન સાંભળી નેમિ બેલ્યા, “હરિ, હવે ફરી વાર તમે તે વિષે