________________
હતી ત્યાં વરરાજા નેમિનાથ વિવાહ મંડપની પાસે આવ્યા. તેવામાં પાશના બંધનમાં પડેલા પશુઓને મોટો આકંદ સ્વર તેમને સાંભળવામાં આવ્યો; તે સાંભળી રથમાં બેઠેલા નેમિએ સારથીને પૂછયું કે, “આ ધ્વનિ કોને થાય છે ? ત્યારે તે મુગ્ધ સારથી બેલ્યા, “શું તમે નથી જાણતા ? આ તમારા વિવાહના ભેજનની તૈયારી છે. રાજા ઉગ્રસેને મૃગ, ઘેટાં અને તીતર વિગેરે જાતજાતનાં ઘણું પશુઓ એકઠાં કરેલાં છે. આ વિવાહ પ્રસંગે આવેલા યાદને તે પશુઓના માંસનું ભેજન કરાવશે તેથી તે રૂબેલા હજારો પશુઓ આકંદ કરે છે. તે સાંભળી દયાના સાગર નેમિનાથે સારથીને કહ્યું, “જ્યાં વાડાની અંદર પશુઓ રહેલાં હોય ત્યાં મારે રથ લઈ .” સારથી તેમના રથને ત્યાં લઈ ગયો; ત્યાં નેમિનાથે પશુઓને જુદી જુદી રીતે જોયાં. કેટલાંકને બે પગે બાંધ્યાં હતાં, કેઈને નિર્દયતાથી ડેક ઉપર બાંધ્યાં હતાં, કેઈને પાંજરામાં પૂર્યા હતાં અને કેઈને પાશમાં સપડાવ્યાં હતાં. તેઓ ઉંચું મુખ કરી દીન આંખ રાખી ઉભાં હતાં. તેમનાં અંગ કંપતાં હતાં. દયાના ભંડાર શાંત સ્વરૂપ નેમિનાથને જોઈ તે પશુઓ, પ્રભુ અમારી રક્ષા કરે” એમ પોતપોતાની ભાષામાં કહેવા લાગ્યાં. કરૂણાનિધિ નેમિનાથે તે પશુઓના વાડાને ભૂગલ રહિત કરી તેમને પાશ વિનાનાં છૂટાં કરી દીધા. પછી તે પશુઓના બંધન મુક્ત થવાથી તેઓ પોતપોતાનાં સ્થાનમાં ચાલ્યાં ગયાં. કોને પિતાનું જીવિત ઈષ્ટ ન હોય ? તે પશુઓ જ્યારે પિતપોતાને ગ્ય સ્થાને ચાલ્યાં ગયાં ત્યારે નેમિનાથ પ્રભુ રથમાંથી ઉતરી