________________
ઘેલી થઈ ગયેલી તે બધી સ્ત્રીઓ પછી ક્ષણવારમાં રાજીમતી પાસે આવી અને એવી જ રીતે તેમને પણ સર્વ અંગમાં શણગાર્યા. રાજા સમુદ્રવિજય, કૃષ્ણ અને બલદેવ યાદવોને બેલાવી કેશરના તિલક કરી વિનયપૂર્વક શ્રીફળ આપવા લાગ્યા. પછી તેમની આગળ માંગલ્યને સૂચવનાર સર્વ વાજિંત્રોના ધ્વનિ થવા માંડ્યા. નેમિનાથને રથમાં બેસાર્યા. તેમને માથે વેત છત્ર ધારણ કર્યું. સુંદર ચામરથી તેમને વીંજવા માંડ્યા. તેમને કશબી છેડાવાલાં વસ્ત્ર પહેરાવ્યાં અને પુષ્પના હાર તથા છોગા લટકતા રાખ્યા. શ્વેત અશ્વ જેને જોડેલા છે એવા રથમાં સ્વામી બેઠા હતા અને તેમની આગળ સમાન વયના કોટી કુમારે ચાલતા હતા. તેમાં કેટલાક રાતા વસ્ત્ર ધરનારા, કેટલાક પીતાંબરવાલા, કોઈ નીલ વસ્ત્ર વાલા અને કોઈ શ્વેત વસ્ત્રને ધારણ કરનારા હતા. અને તેવા તેવા રંગના અશ્વો ઉપર તેઓ બેઠા હતા. તેમની કાંતિએ સરખી હતી અને મુખમાં તાંબુલ રાખેલા હતા. તેઓ “હું પહેલે, હું પહેલે, એમ ધારી ચાલતા હતા. જેમના માથા ઉપર ત્રણ છત્રે ધરેલાં છે, એવા નેમિનાથ પ્રભુની બંને બાજુ હજારે રાજાએ હાથી ઉપર ચડી ચાલતા હતા. પાછળ મોટા મૂલ્યવાળી શિબિકા ઉપર બેઠેલી કૃષ્ણની સ્ત્રીઓ અને બીજી યાદની સ્ત્રીઓ લાંબે સ્વરે મંગલ ગીત ગાતી ચાલતી હતી. એવી રીતે મેટી સમૃદ્ધિ સાથે નેમિનાથ કરાયું છે. મંગળ એવા ચાલતા હતા. તેમની બંને બાજુ ઘણુ મંગલપાઠકે મંગલપાઠ ભણતા હતા. માર્ગમાં તેમના રૂપની શોભા જોઈ હર્ષ પામતી