________________
૨૮૩
નેમિકુમારને વિવાહ કરવા. હૈ યાદવ પતિ, તમારી વારંવાર જણાતી ઉત્કંઠાથી અને આગ્રહથી આવે વિવાહ કરી શકાય. પણ આ કામાં શાસ્ત્રની સાક્ષી આવતી નથી.’ પછી કૃષ્ણે ‘તથાસ્તુ' કહી પુષ્પની સમૃદ્ધિ સહિત વસ્ત્રાલંકાર આપી ક્રેઝુકિને વિદાય કર્યો. કૃષ્ણે તે લગ્નના દિવસ ઉગ્રસેનને જણાવ્યો. પછી સમુદ્રવિજય અને ઉગ્રસેન અને તૈયાર થયા. કૃષ્ણે પોતાની બધી નગરીને લાખેા પતાકાથી મંડિત કરી અને તેના ચૌટાઓને તેરણા અને રત્નના માંચાએથી વિભૂષિત કર્યાં. સમુદ્રવિજય પ્રતિદિવસ જાતજાતનાં ખાંડખાજાથી, જાતજાતનાં મેવા તથા ફળોથી, વિવિધ જાતનાં સુંદર દ્રવ્ય સાથે મેળવેલા પાનથી અને કપૂર તથા ઈલાયચીથી વાસિત કરેલા નિરૈલ દહીંના સાથવાથી યાદવે ને જમાડવા લાગ્યા. જ્યારે લગ્નના દિવસ આવ્યા એટલે શિવાદેવી સારા વેષ પહેરી શંગાર ધારણ કરી સખીઓનાં વૃદ્ઘ સાથે બધાંને આમ ંત્રણ કરવા નીકળ્યા. રોહીણી તથા દેવકી વિગેરે હજારે કુલ વૃદ્ધા, રેવતી વિગેરે ખળવાન બલદેવની પત્નીએ અને બીજી યાદવાની સ્ત્રીઓને શિવાદેવીએ . આમ ત્રણ કર્યું. તે ખશ્રી હર્ષોંથી પરિવાર સાથે સમુદ્રવિજયને ઘેર એકઠી મળી. નેમિકુમારને પૂર્વાભિમુખે સુવર્ણના આસન ઉપર બેસાડી તેઓ ઉંચે સ્વરે વિવાહનાં મંગલ ગીત ગાવા લાગી. તેમાંથી કેટલીક રમણીએએ પ્રભુને હવરાવ્યા; કેામલ રૂમાલથી પ્રભુનું અંગ લુંછ્યુ, યક્ષ કમના જળથી અંગરાગ કર્યો અને પ્રભુનાં દરેક અંગમાં રત્ન તથા માણિકયનાં આભૂષણેા હષઁથી પહેરાવ્યાં. વિવાહમાં