________________
૨૮૨
વિસ્મય પામી બેઠે થઈ કૃણની સામે આવ્યો. કૃષ્ણને સિંહાસન ઉપર બેસાડી તેને પાદ્ય અર્થ વિગેરે કરાવ્યું અને પછી તેમને આવવાનું કારણ પૂછયું. “આપણું કાર્ય તે સિદ્ધ થયું,” એમ ચિતવતા કૃષ્ણ બોલ્યા, “રાજા, તમારે રાજીમતી નામે જે દુહિતા છે, તે મારા નાના ભાઈ નેમિને એગ્ય છે. તો જે તમારી ઈચ્છા હોય તે તેણીને તેની સાથે સંબંધ કરે.” કૃષ્ણના આવાં વચન સાંભળી ભેજરાજ ઉગ્રસેન હર્ષ પામી વિનયથી નમ્ર થઈ બે,
સ્વામી, તમે મારી પીડા દૂર કરવાને માટે જ મારે ઘેર આવ્યા છે એમ લાગે છે. જે પોતે સેવકોની પીડાને હરે તે જ ખરેખરા યોગ્ય સ્વામી કહેવાય છે. આપને જે યોગ્ય લાગે કે કરો, તેમાં શું પૂછવાનું છે? હું મારી પુત્રી રાજીમતી તેમજ આ બધું તમારું જ છે.” ઉગ્રસેનનાં આવાં વચન સાંભળી કૃષ્ણ ખુશી થયા અને તે કાર્ય સિદ્ધ કરી પિતાને ઘેર આવ્યા. ઘેર આવી કાર્યને માટે તત્પર થઈ તેણે તે વાત સમુદ્રવિજયને જણાવી. પછી કૃષ્ણ હર્ષવાન થઈ લગ્નને સુંદર દિવસ પૂછવાને કેપ્યુકિ નામના જોષીને બેલાવ્યા, કેપ્યુકિ જોષી આવી અંજલિ જેડી બોલ્યા,
સ્વામી આ વર્ષાઋતુ છે, તેમાં શુભ કાર્યના આરંભ કદિ પણ થતા નથી. તે વખતે સમુદ્રવિજય બોલ્યા, “અરે જોષી, અત્યારે એટલે વખત કાવાય તેમ નથી. હે વિદ્વદર્ય, વિચાર કરીને જે નજીકનો લગ્ન દિવસ હોય તે કહે.” કટુકિ વિચાર કરીને બોલ્યો, “રાજેન્દ્ર, જે તમારી એવી રૂચિ હોય તે આ ભાદ્રપદ માસની શુકલ છઠને દિવસે