________________
ર૭૭
પાણિગ્રહણ કરવાને માન્યું નહિ. પવનના વંટોળીઓથી અચલ એ મેરૂ પર્વત શું કયારે પડી જાય ? ન જ પડે. તે અરસામાં જેમ મોટે રાજા બીજા સૌમ્ય રાજાને ઉછેદ કરીને આવે તેમ સૌમ્ય એવી વસંત ઋતુને જીતીને પ્રતાપી ગ્રીષ્મ ઋતુ આવી. ગ્રીષ્મ હજુ બાળ હતો તો પણ કોમલ શરીરવાળા પ્રાણીઓને દુસહ થઈ પડ્યો. કેશરી સિંહ બાળ હોય તો પણ શું શાંત કહેવાય ? તે ગ્રીષ્મ ઋતુમાં યુવાન લેક શ્વાસના મજાથી ઉડે તેવાં વેત અને નિર્મલ બે વ ફક્ત લજાને માટે જ ધારણ કરતા હતા. નર અને નારીઓ હંમેશાં સુતા સુતાં પણ હાથમાંથી પંખે છેડતાં ન હતાં અને તેઓ વ્યત્યયથી (વારાફરથી) હાથમાં લેતાં હતાં. એ ત્રાતમાં સર્વ સ્ત્રીઓ સુવર્ણ અને રત્નનાં અલંકારે છોડી દઈ પતિએ ચાતુર્યથી રચેલા પુષ્પના અલંકારે ધારણ કરતી હતી. ભેગી લેકે ગરમીમાં પણ શીતલ પવાળી અને ચંદન તથા અગરૂથી સુવાસિત થયેલી જળની આદ્રતા હૃદય ઉપરથી સ્ત્રીની જેમ છેડતા નથી.
આ પ્રમાણે ગ્રીષ્મ રૂતુરાજ પિતાનું આધિપત્ય બતાવતે આ; કૃષ્ણ તેના ઉત્કૃષ્ટ તાપને સહન કરવા સમર્થ થયા નહિ. પછી ગ્રીષ્મ ઋતુથી ભય પામી કૃષ્ણ રૈવતગિરિમાં ગયા અને તેના ઉદ્યાનના સરવર રૂપ શેરીમાં આવીને રહ્યા. કીડા કરવાની ઈચ્છાએ કૃષ્ણ તેમાં પ્રવેશ કર્યો એટલે સત્યભામા વિગેરે સર્વ રમણીઓ પણ તેમાં દાખલ થઈ. તેઓ સોનાની ઝારીઓ જળથી ભરી કૃષ્ણને છાંટવા લાગી. અને કૃષ્ણ પણ જળથી ભરી તેમને છાંટવા લાગ્યા. પછી તે સર્વ