________________
૨૭૮
રમણીઓએ એકઠી થઈને કૃષ્ણને એવા આકુલ કરી દીધા કે જેથી કૃણ તેની ઉપર કાંઈ પણ કરી શક્યા નહીં. કઈ સ્ત્રી જળના અત્યંત છંટકાવથી આકર્ષાઈ એટલે તેના શરીરનું મધ્ય વસ્ત્ર પડી ગયું તથાપિ નેત્ર મીંચાવાને લીધે પિતે નગ્ન થઈ ગઈ છે, એ પણ તે જાણતી ન હતી. પછી જ્યારે જળનો છંટકાવથી તે મુક્ત થતી ત્યારે નેત્રરૂપ કમલને વિકાશી જોતાં પોતે નગ્ન છે એવું જાણી શરમાઈ જતી હતી.
હવે આ બરાબર અવસર આવેલે જાણ કૃણ પિતાની સ્ત્રીઓને સૂચના આપી નેમિનાથને એકલા રાખી પોતે તે સરેવરની બહાર નીકળી કયાંક ચાલ્યા ગયા. કૃષ્ણ ગયા પછી જેમ ભમરીઓ કમલને વીંટાઈ વળે અને હાથણીએ હાથીને વીંટાઈ વળે તેમ તે કૃષ્ણની રમણઓ નેમિનાથને વીંટાઈ વળી. તેમણે નેમિનાથ ઉપર જે જળનો છંટકાવ કર્યો, તેવી જ રીતે નેમિનાથે પણ કૌતુકથી બળ વડે તેમની ઉપર તે છંટકાવ કર્યો. પછી તે સ્ત્રીઓએ નેમિનાથને જળ વડે આકુલવ્યાકુલ કરી તેમનું વસ્ત્ર લઈ લીધું. ત્યારે નેમિનાથે પણ તેવી રીતે જ તેમના વચ્ચે લઈ લીધાં. વય છે તે અતિશય બળવાન છે. આ પ્રમાણે પિતાના ભ્રાતા કૃષ્ણની સ્ત્રીઓ સાથે ક્રીડા કરી નેમિનાથ મદ ઝરતા હાથીની જેમ રસ સહિત તે સરોવરમાંથી બહાર નીકળી ગયા. પછી બહાર પણ તે રમણીએ તેમની આસપાસ વીંટાઈ વળી અને કર્મ રાશિઓ જેમ જીવને છોડે નહિ તેમ તેઓએ નેમિને ક્ષણવાર પણ દૂર છેડ્યા નહિ. પછી રુકિમણીએ જેમના લીલાં વસ્ત્ર ઝરતાં હતાં એવા નેમિનાથને રત્નમય