________________
મધ્યમાં તે ખુશીથી ક્રિીડા કરે. તમારે તેની જરા પણ ઈષ્ય કરવી નહિ.” પછી સદ્દબુદ્ધિ કૃષ્ણ સત્યભામા વિગેરેને પણ જણાવ્યું કે, “આ તમારા દિયરની સાથે તમારે નિઃશંકપણે કીડા કરવી. તેમાં જરા પણ મારી લજજા રાખવી નહિ. અંતઃપુરના કંચુકીઓ અને સ્ત્રીઓએ કૃષ્ણની આજ્ઞા સ્વીકારી. તે તેમને “ભાવતું હતું અને વૈધે કહ્યું,” તેના જેવું થયું. ત્યાર પછી નેમિનાથ કૃષ્ણના અંતઃપુરમાં અને કઈ વાર બલદેવના અંતઃપુરમાં તેમની રમણીઓની સાથે આદરથી રમવા લાગ્યા. એક તરફ બધું અંતઃપુર અને એક તરફ શિવાદેવીના પુત્ર નેમિનાથ બંને સારી રીતે રમતા હતા, તેમાં એટલું આશ્ચર્યું હતું કે, તેઓની અંદર ત્રીજો કામદેવ આવી શકતો નહોતે.
એક વખતે વસંતઋતુ આવી એટલે કૃષ્ણ વાસુદેવ કીડા કરવાને નગરજન અને અંતઃપુરના લેકેની સાથે બહાર નીકળ્યા. ચંદન વિગેરે કીડાની બધી સામગ્રી લઈ તેઓ જાતજાતનાં વૃક્ષથી રમણીય એવા રેવતગિરિનાં ઉદ્યાનમાં આવ્યા. પ્રદ્યુમ્ન અને શાંબ વિગેરે સર્વ કુમારે જાણે કામદેવના કુમારે હોય તેવા શૃંગાર ધારણ કરી ત્યાં આવ્યા. તે વસંતના ઉત્સવમાં શ્રીમાન નેમિકુમાર પણ આવ્યા હતા. બધા યાદવે નંદન વનમાં દેવતાઓની જેમ તે ઉદ્યાનમાં કીડા કરવા લાગ્યા. કેઈ વસંત ઉત્સવમાં વીણા વગાડતા હતા, તો કઈ વેણુ વગાડતા હતા. કેઈ પુષ્પ ચુંટતા હતા, ને કેઈ ગીત ગાતા હતા. કેઈ મદિરાનું, કઈ દ્રાક્ષાસવનું, અને કઈ પિત્તને નાશ કરનારૂં નારીયેલના