________________
પ્રમાણે કૃષ્ણ કહેતા હતા, ત્યાં પ્રભુ જાણે પિતાના ચરણરજથી પવિત્ર કરવાનું હોય તેમ પોતાને ઘેર ગયા. પ્રભુ ગયા પછી કૃણે મનમાં શંકા લાવી બલભદ્રને કહ્યું, “ભાઈ, આ નેમિનાથ આવા બળવાલા છે, તે તે શું ભરત ક્ષેત્રને કેમ ગ્રહણ ન કરે? બલદેવે કહ્યું, “કૃષ્ણ, જેવા પ્રભુ બળવાન છે, તેવા ક્ષમાવાન પણ છે. સર્વે તીર્થકરે તેવા જ હોય છે. તે નેમિનાથ હજુ પરણવાને ઇચ્છતા નથી તે તેમને રાજ્ય લેવાની વાત ક્યાંથી હોય? પરાશ ખાતે ન હોય તેની આગળ લાડુની વાત શી કરવી ? બલરામે આવાં વચને કહ્યાં તે પણ તેમાં કૃષ્ણને સંદેહ રહેવા લાગ્યો, તેવામાં દેવતાઓએ આવી કૃષ્ણને કહ્યું કે, “વાસુદેવ, ચિંતા કરે નહિ. તીર્થકરનું વચન સાંભળે શ્રી નેમિનાથે કહ્યું હતું કે,
શ્રી નેમિનાથ કુમાર અવસ્થામાં રાજ્ય વિમુખ થઈ અવશ્ય દીક્ષા લેશે.” દેવતાઓએ આ પ્રમાણે કહ્યું, ત્યારે કૃષ્ણના મનમાંથી શંકા મટી ગઈ. પછી તેણે અંતઃપુરમાં જઈને નેમિનાથને બોલાવ્યા. બંને ભાઈ સ્નાન પીઠ ઉપર બેઠા. વારાંગનાઓએ લાવેલા જળના કુંભથી શ્યામ અને ગૌર કાંતિવાલા ભાઈઓએ શુદ્ધ જળથી સ્નાન કર્યું. પછી દેવદૂષ્ય વસ્ત્રોથી અંગ લુંછી દેવતાઓએ લાવેલા કેશર મિશ્રિત ચંદનથી તેમણે અંગરાગ કર્યો. ત્યાર બાદ બંનેએ ષટ રસ ભજન કર્યું. પછી કૃષ્ણ ગાઢ પ્રીતિથી નેમિનાથને બે વસ્ત્રાભરણે ભેટ આપ્યાં. પછી કૃષ્ણ અંતઃપુરના જનને હર્ષથી કહ્યું કે, “આ નેમિનાથ આવે ત્યારે તેમને કયાંય પણ અટકાવવા નહિ. સત્યભામા વિગેરે રાણીઓના