________________
૨૭૩ રહિત થઈ ઉછળે છે. નેમિ હસીને બેલ્યા, “હે અર્ધભરતના રાજા, આજે હું આયુધ શાળામાં ગયે હતા, ત્યાં મેં એ તો રમત કરી છે. કૃષ્ણ હસીને બેલ્યા, “ભ્રાતા, જે તમારી ઈચ્છા હોય તે તમારી સાથે કીડા યુદ્ધ કરવાની મારી ઈચ્છા છે. નેમિ વિચારમાં પડ્યા કે, આ કૃષ્ણ મારા બળને શી રીતે સહન કરી શકશે? તથાપિ તેની ઈચ્છા તો પૂરવી જોઈએ. આવું વિચારી પ્રભુ બોલ્યા કે, “પુષ્પની સાક્ષી એ વાર્તાથી કાંઈ યુદ્ધ કરાતું નથી. એવું નીતિ શાસ્ત્રનું વચન છે; માટે પહેલાં તે આપણી વચ્ચે કીડા બાહયુદ્ધ થવું જોઈએ.” પછી કૃષ્ણ પિતાનો હાથ સર્પના જોગ (શરીર)ની જેમ લાંબે કરી પ્રસાર્યો, તેને નેમિનાથે મરડીને સર્પના કુંડાળાના જે કરી દીધા પછી પોતે પિતાને હાથ નગરના દરવાજાની ભુગલ જેવો અક્કડ રાખ્યો. પછી કૃષ્ણ કટિબદ્ધ થઈ દોટ મૂકી સર્વ બળથી પ્રભુના હાથને હલાવવા લાગ્યા, તે પણ પ્રભુએ ત્રાજવાની ડાંડીની જેમ પિતાને ભુજ એમ ને એમ ધરી રાખ્યો. કૃષ્ણ તે ઉપર લટકી રહ્યો અને તેનું મુખ વિલખું થઈ ગયું. પછી જગતનાં નેત્રને ચંદ્ર રૂપ એવા પ્રભુએ, પૃથ્વીના ફેટથી આ દુઃખી ન થાઓ, એવું ધારી કૃપા વડે કૃષ્ણને જમીન ઉપર મૂકી દીધા. કૃષ્ણ નેમિનાથને ભુજ રૂપી સ્તંભ અને ચિત્તમાં થયેલા ગર્વ રૂપી સ્તંભને છોડી દઈ જગત્પતિ પ્રત્યે બોલ્યો, “હે ત્રણ જગતના પતિ, તમારા જન્મથી યાદવ કુળ પવિત્ર થયેલું છે. તમારી મદદથી હું જરાસંઘના સંગ્રામ રૂપ સાગરને તરી ગયે છું. આ