________________
તે થવાનું જ ભવિતવ્યતા અન્યથા થતી નથી. જેમ તૃણ વંટેળીયાને અનુસરી સર્વ તરફ ભમે છે, તેમ વિધાતા પણ ભાવી ભાવને અનુસરીને પ્રવર્તે છે.
હવે જેમ વર્ષાકાળની નદી જળથી અને શોભાથી નિરંતર વધે છે, તેમ બાણની પુત્રી ઉષા યૌવનથી અને લક્ષમીથી વધવા લાગી. કેટલાક ભૂચર અને ખેચર ઉષાની માગણી કરતા, તો પણ ઉત્તમ વરની ઈચ્છાથી બાણ તેને આપતે ન હતો. દેવગે તે ઉષા અનિરૂદ્ધ ઉપર રક્ત થઈ. તેને પતિ રૂપે ચિતવતી અને હૃદયમાં તેને મેળવવાને ઉપાય શોધતી તે કાલ નિર્ગમન કરવા લાગી.
એક વખતે સમય જાણું ઉષાએ ચિત્રલેખા નામની પિતાની સખીને કહ્યું કે, “સખી, તું મારા ઉપર પ્રેમથી બંધાએલી છે, માટે તું જઈ અનિરૂદ્ધને લાવી આપ.” ઉષાના કહેવાથી ચતુર ચિત્રલેખાએ જઈ ઉષાના ગુણોના વખાણ કરી પિતાના ચાતુર્યથી અનિરૂદ્ધને પણ તેના ઉપર રાગી કર્યો. પ્રેમમાં બંધાઈ ગયેલ અનિરૂદ્ધ ચિત્રલેખાની સાથે ઉષા પાસે આવ્યો અને શુભ લગ્ન ગાંધર્વ વિવાહથી તે ઉષાને પરણ્ય. વિવિધ જાતની રતિ કીડાથી તેની સાથે રમત અનિરૂદ્ધ ત્યાં રાત્રી રહ્યો અને એક પ્રહરની જેમ રાત્રીને નિર્ગમન કરી પ્રાતઃકાળે ઉષાને લઈ ચાલ્યો. “હું પ્રદ્યુમ્નને પુત્ર અને કૃષ્ણ વાસુદેવનો પત્ર અનિરૂદ્ધ આ ઉષાને હરી જાઉં છું અને તેણીની સાથે દ્વારિકામાં જાઉં છું. બાણ અથવા કેઈ બીજે ધનુષધારી કે ખડગધારી હોય, તે મારી આગળ આવે અને મારું બળ જુઓ. હું