________________
૨૬૯ છાની રીતે જતું નથી. આ પ્રમાણે ગાઢ સ્વરથી બેલતે અનિરૂદ્ધ ઉષાની સાથે ચાલતું થયું. ત્યાં ધનુષ ઉપર પણછ ચડાવી બાણ તેની પાછળ દોડ્યો. તેની પાસે આવી મળી તેને અટકાવી તેની સાથે યુદ્ધ કરી બળને ગર્વ રાખનારા અનિરૂદ્ધને બાણે નાગપાશથી બાંધી લીધે. પછી પ્રજ્ઞપ્તિ વિદ્યાએ આવી આ બધે વૃત્તાંત કૃષ્ણને જણાવ્યો. કૃષ્ણ બળદેવ પ્રદ્યુમ્નને લઈ ત્યાં ચાલ્યા. કૃષ્ણના ગરૂડના ચિન્હવાળા ધ્વજને જોઈ નાગપાશ તૂટી ગયા એટલે મદન પુત્ર અનિરૂદ્ધ છૂટી ગયે. કૃષ્ણને આવેલા જાણી બળથી ગર્વ પામેલે બાણ ત્યાં આવ્યો અને બળ તથા સ્થાન મેળવી યુદ્ધ કરવા લાગ્યો. પછી બાણે કૃષ્ણને કહ્યું, “અરે કપટી, તે માયાથી રુકિમણીનું હરણ કર્યું હતું અને તારા પુત્રે માયાથી વૈદભનું હરણ કર્યું હતું, તેથી તમારી કુલ પરંપરામાં માયા ચાલતી આવે છે, તે આ તારા પૌત્રમાં પણ પ્રાપ્ત થઈ છે. હવે હમણાં તમને ત્રણેની મારી નાંખી તે પાપને ઉચ્છેદ કરે છે. કૃષ્ણ વાસુદેવ આક્ષેપ કરી બેલ્યા, “અરે શું બબડે છે? આ પૃથ્વી અને કન્યા એ બે બળવાનના હાથમાં જ જાય છે. કન્યા તે પારકી જ હોય છે, તેને હરી લાવવામાં શું દોષ છે? અમે બળવાન થઈ કન્યાઓને હરીએ છીએ. પછી દેવતાઓ જુએ તેવી રીતે બાણું અને કૃષ્ણની વચ્ચે મેટું યુદ્ધ થયું. કૃષ્ણ અર્ધચંદ્ર બાણથી બાણુનાં બાણોને છેદી નાખ્યાં. ક્ષણમાં બાણુ શસ્ત્ર વગરને થઈ ગયે. પછી તે બાહુ યુદ્ધ કરવાને આવ્યો. મલ્લની જેમ તે બંનેની વચ્ચે ચિરકાળ બાહુ યુદ્ધ ચાલ્યું..