________________
કુમાર પિતાને અને પિતામહ (કૃષ્ણ) વિગેરેને અતિ પ્રિય થઈ પડ્યો.
આ અરસામાં શુભનિવાસ નગરમાં બાણ નામે એક ઉગ્ર પરાક્રમી વિદ્યાધરોને રાજા હતો; તેને ઉષા નામે એક પુત્રી હતી. તે ચતુર બાળાએ ચિંતવ્યું કે, પિતા મને જે તે વર આપે તે મારે ન છે કે જે મારા હૃદયને પ્રતિકૂળ હોય. આવું ચિતવી પિતાને અનુરૂપ એવા વરની ઈચ્છાથી તે ગૌરીદેવીનું પૂજન કરવા લાગી. પ્રતિ દિવસ પવિત્ર થઈને તે વિદ્યાને ત્રિકાળ જાપ કરવા લાગી. ગૌરીએ સંતુષ્ટ થઈને કહ્યું, “હે પુત્રી ઉષા, પ્રદ્યુમ્નને પુત્ર અને કુષ્ણનો પૌત્ર તે તારે વર થાઓ.” - હવે ઉષાના પિતા બાણે ગૌરીદેવીના પતિ શંકર નામના દેવનું પૂજા નૈવેદ્યપૂર્વક આરાધન કર્યું. તે દેવે પ્રસન્ન થઈ બાણને રણભૂમિમાં અજેય થવાનું વરદાન આપ્યું ત્યારે ગૌરીદેવીએ પિતાના પતિ શંકરને કહ્યું કે, ‘તમે બાણને વરદાન કેમ આપ્યું ? કારણ કે તેની પુત્રી ઉષાને મદનથી ઉત્પન્ન થયેલો અનિરૂદ્ધ નામે વર મેં આપેલ છે, તે બાણુને જીત્યા વિના કઈ રીતે ઉષાને પ્રાપ્ત થાય તેમ નથી; તેથી તમારું વરદાન વિરૂદ્ધ છે, માટે તેને અન્યથા કરે.” ગૌરીદેવીનાં આવાં વચન સાંભળી સ્ત્રી જેને પ્રધાન છે એ શંકરદેવ પાછો બાણની પાસે જઈ બેલ્યો કે, “મેં આપેલા વરદાનમાં એટલે સુધારો કરવાને છે કે, સ્ત્રી કાર્ય સિવાય તું તારા શત્રુઓને અજય થઈશ.” “તેમ જ થાઓ, એમ બાણે એ વાત હર્ષથી સ્વીકારી લીધી. જે ભાવી હોય