________________
સભામાં બેઠેલા યાદવ પતિ કૃષ્ણની આગળ “અન્યાય થયે, એમ પિકાર કરવા લાગ્યા. ન્યાયી કૃષ્ણ તેમને પૂછયું એટલે તેઓએ સાચેસાચું કહી દીધું. પછી કૃષ્ણ કમલામેલા સહિત તે સર્વને મારવાને આવ્યા, તે વખતે શાંબ ભય પામ્યો. તત્કાળ પિતાનું સ્વરૂપે પ્રગટ કરી તેણે કમલામેલાની સાથે સાગરચંદ્રને હાથ પકડ્યો. પછી ઉત્તરાસંગ કરી પિતાના ચરણમાં નમી પડ્યો. કૃષ્ણ જરા ઇંધ કરીને બોલ્યો, “અરે બાળક, તે આ શું કર્યું ?” શાંબ હિસીને બોલ્યો, “મેં જે કર્યું છે તે પૂજ્ય પિતાના પ્રસાદથી જ, નહીં તે શું આ પ્રમાણે કાઈ બીજે કરી પણ શકે ? શાંબના વચનથી કૃષ્ણ વાસુદેવ હૃદયમાં ખુશી થઈ ગયા. એક તે પિતાને પુત્ર અને વળી તે આવાં મીઠાં વચન બેલે. એક ઘેબર અને તેમાં વળી સાકર પૂરે તેમજ આંબાને રસ અને તેમાં વળી ઘી નાખે તે કોને પ્રિય ન લાગે ? કૃષ્ણ હાસ્ય કરતાં બોલ્યા, “નભસેન, આ બાળકને શું કરવું? વળી તારી ઉપર આ કન્યાને રાગ પણ નથી, માટે તું જા, બીજી કન્યા જોઈ લે અને જલદી તેનું પાણિગ્રહણ કર, નહીં તે તને વિન્ન કરશે. આ પ્રમાણે મીઠાં મીઠાં વચનો કહી કૃષ્ણ નભસેનને સમજાવ્યું અને કમલા જેવી કમલામેલા સાગરચંદ્રને આપી.
અહીં કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નને વૈદર્ભા સ્ત્રીથી એક પુત્ર ઉત્પન્ન થયો. કૃષ્ણ હર્ષ પામીને તેનું નામ અનિરૂદ્ધ પાડયું. તે અનુક્રમે મોટે થશે એટલે તેણે કલાઓ અને શાસ્ત્રોને અભ્યાસ કર્યો. સુંદર યૌવનવયને પ્રાપ્ત થયેલે તે