________________
બાળાઓ નરક ચાલીને જ લેવા લાગ્યા. જતાં જતાં અને
પિતા ઉગ્રસેનના પુત્ર નભસેનને આપી છે, તેથી મને ચિંતા રહે છે. તથાપિ તું તેને મેળવવા ઉપાય પ્રાપ્ત કર એવે મારે તને આશીર્વાદ છે. આ પ્રમાણે આશીષ આપતા નારદ ત્યાંથી ચાલ્યા ગયા.
ત્યારથી સાગરચંદ્ર તે કમલામેલા ઉપર ઘણે જ રાગી થઈ ગયે. તે સ્વેચ્છાથી હસતાં, રમતાં ખાતાં અને સુતાં રાત્રિ દિવસ તેનું નામ લેવા લાગ્યા. ત્યાંથી ઉતાવળા ઉતાવળ નારદ ચાલીને કમલામેલાને ઘેર આવ્યા. તે ચતુર બાળાએ નારદની પૂજા કરી. પછી તેણીએ પણ નારદને કાંઈ આશ્ચર્ય જેવા વિષે પૂછયું. કપટના નિવાસ રૂપ નારદ કહ્યું, “હે બાળા, આશ્ચર્યમાં મેં આ નગરમાં બે પુરૂષ જોયા. કુરૂપમાં નભસેન અને સુરૂપમાં સાગરચંદ્ર આટલું કહી નારદ પિતાના ઈચ્છિત સ્થાનમાં ચાલ્યા ગયા. કમલામેલા ચાતુર્યભરેલા સ્ત્રી સ્વભાવથી હંસલી જેમ બગલાને છેડીને હંસ ઉપર રાગ કરે તેમ કમલામેલાએ તે સાંભળતાં જ નભસેનને છેડી સાગરચંદ્ર ઉપર રાગ કર્યો. પિતાનું કાર્ય સાધનાર નારદે જઈને સાગરચંદ્રને કમલામેલાને રાગ નિવેદન કર્યો. જે કાર્ય કરવાની ઇચ્છા રાખનારે હેય તે હંમેશાં તેમાં જાગ્રત રહે છે. - સાગરચંદ્ર તેણના પ્રેમમાં ઘેલ થઈ ગયે, તે જાણું તેનાં સગાંવહાલાંઓ ચિંતામાં પડ્યાં કે, આ સાગરની ઘેલછા કયા ઉપાયથી દૂર કરવી ? - તે લોકે આ પ્રમાણે ચિંતા કરતા હતા, ત્યાં શાંબકુમાર પિતાના મિત્ર સાગરની મતલબ જાણવાને આવ્યું.