________________
gવારા સ સાગરચંદ્ર અને કમલામેલાનું પાણિગ્રહણ,
ઉષાહરણ અને બાણાસુરને વધ. દ્વારિકા નગરીમાં ધનસેન નામના યાદવે ઉગ્રસેનના પુત્ર નભસેનને પિતાની કમલામેલા નામની સ્વરૂપવાન કન્યા હર્ષથી આપી હતી. એક વખતે નારદમુનિ નભસેનને ઘેર આવી ચડ્યા. વિવાહના કામમાં વ્યગ્ર મનવાલા નભસેને નારદ આવ્યા તે જાણ્યું પણ તેની પૂજા કરી નહિ. નારદ ક્રધાતુર થઈ જેમ આવ્યા હતા, તેમ પાછા ચાલ્યા ગયા. ત્યારથી તે પિતાના હૃદયમાં નભસેનનું વિપરીત ચિતવતા હતા.
એક વખતે નારદ બલભદ્રના પુત્ર નિષધને ઘેર ગયા. નિષધના પુત્ર સાગરચંદ્ર તેમને સન્માન કરી શુભ આસન ઉપર બેસાય અને આ પ્રમાણે પૂછ્યું, “હે દેવર્ષિ! પૃથ્વીમાં ભ્રમણ કરતાં આપે કાંઈ અપૂર્વ જોયું છે? નારદ પિતાના સ્વાર્થની સિદ્ધિને વિચાર કરી બોલ્યા, “અરે બાળક, તું શું પૂછે છે? આ નગરમાં મેં એક મોટું આશ્ચર્ય જોયું છે. ધનસેનની કન્યા ઘણું જ સ્વરૂપવાળી મારા જેવામાં આવી છે. તેને જોતાં જ મને વિચાર થયે કે, જાણે સર્વગુણમય હોય તેવી આ કન્યા વિધિએ કયા યુવાનને માટે પ્રયાસ કરી બનાવી હશે ? તેનું નામ કમલામેલા છે તે અર્થથી પણ બરાબર છે. તેને જોતાં હું ધારું છું કે, વિધિએ તે કન્યા તારે માટે કરી હશે. પરંતુ તે કન્યા તેના