________________
૨૬૧ લઈ મસ્તક નમાવતા તેઓ કૃષ્ણની આગળ આવ્યા. તેમને જોઈ તરત જ કૃષ્ણ બેઠે થઈ વિનય સહિત સામે ગયે. ભક્તિથી પિતા વસુદેવને તેણે નમન કર્યું. પછી પિતાને આગળ કરી પાછા લાવી સિંહાસન ઉપર બેસાડ્યા. ત્યાર બાદ પ્રદ્યુમ્ન અને શાંબે આવી દંડાવત્ત પૂર્વક પિતાના ચરણ કમલમાં નમસ્કાર કર્યો. પછી પ્રદ્યુમ્ન કૃષ્ણની આગળ ખેચરેશ્વરને નામ લઈ ઓળખાવ્યા અને તેમની ભેટે નિવેદન કરી. કૃષ્ણ બોલ્યા, “હે પ્રાજ્ઞો, તમે મારા પિતાના થયા છે તેથી હવે નિર્ભય અને નિષ્કપ થઈ તમારા પિતાપિતાના રાજ્યનું સુખે ચિરકાલ પાલન કરે.” આ પ્રમાણે કહી કણે વિદાય કરેલા તેઓ હર્ષથી પોતપોતાના વિમાનમાં ચાલ્યા ગયા.
ત્યાર પછી કૃષ્ણ શેકથી જયસેન વિગેરેની ઉત્તર કિયા કરી અને સહદેવે જરાસંઘ વિગેરેની ઉત્તર ક્રિયા કરી. કંસની સ્ત્રી જીવયશાએ પિતાના પિતાનું અને પતિનું મૃત્યુ થવાનું કારણ પોતે છે એવું ધારી શકાકુલ થઈ પિતાનું જીવિત અગ્નિને આધીન કરી દીધું (તે બળી મુઈ). પછી કૃષ્ણ આનંદનો લાભ આપવાથી ત્યાં આનંદપુર નગર કયું. રાજાઓ અને વિદ્યાધરોની સાથે કૃષ્ણ સર્વ અધે ભરતને સાધી લીધું અને પોતે મોટી સેના લઈ મગધ દેશમાં આવ્યા. ત્યાં બધા રાજાઓ અને વિદ્યાધરે જુએ તેમ એક યોજના વિસ્તારવાળી દેવતાથી અધિષ્ઠિત કટિ શિલા નામની એક શિલા કૃષ્ણ સવ્યભુજાથી ચાર આંગલ ઉંચી કરી. એ શિલાને પહેલા વાસુદેવે ભુજના અગ્રભાગે, બીજાએ મસ્તક ઉપર,