________________
સમુદ્રવિજયની સાથે રહેલા કૃષ્ણને કહ્યું, “કૃષ્ણ! તમારા પિતા વસુદેવનું વૃત્તાંત સાંભળો. અમોને તેમણે મોકલેલાં છે. હે સ્વામિ, આ સ્થાનમાંથી તમારા બે પૌત્રે વિજયાદ્ધગિરિમાં ગયા હતા. ત્યાં શત્રુરૂપ ખેચરોની સાથે તેમને યુદ્ધ થયું હતું. પછી તેના પૂર્વના ઠેષી નીલકંઠ વિગેરે વિદ્યારે વસુદેવની સાથે યુદ્ધ કરવાની ઈચ્છાથી આવ્યા. ગઈ કાલે દેવતાઓએ આવીને કહ્યું કે, જરાસંઘના ચક વડે કૃષ્ણ પિતાના હાથે પ્રતિવાસુદેવ જરાસંઘને માર્યો છે અને તે નવમા વાસુદેવ થયા છે. આ પ્રમાણે આકાશવાણી થઈ છે.”
આ સાંભળી બધા બેચરે દુઃખી થઈ ગયા. પછી યુદ્ધને છેડી દઈ તેઓ મંદરવેગ નામના રાજાની પાસે આવ્યા. ત્યાં જઈ તેમણે એકઠા થઈ વિજ્ઞપ્તિ કરી કે, “સ્વામી અમોને કાંઈ કામ કરવાની આજ્ઞા કરે. આ પ્રમાણે કહેવાથી રાજા મંદરગ બોલ્યા, “અરે ખેચર, તમે બધા મારી સાથે વસુદેવની પાસે આવે. તેમને વિજ્ઞપ્તિ કરી આપણે કૃષ્ણને જઈ નમી પડીએ.” પછી આ પ્રમાણે મંદરવેગ રાજાના કહેવાથી તેઓ હાથમાં ભેટે લઈ મેટા હર્ષ સાથે વસુદેવને આવી નમી પડ્યા, તેમાંથી કેટલાક રાજાઓએ પ્રદ્યુમ્ન અને શબને પોતાની પુત્રીઓ આપી. હવે તે વિદ્યારે વસુદેવની સાથે અહીં આવે છે. આ ખબર કહેવાને માટે અમને આગળથી મોકલ્યાં છે. આ પ્રમાણે તે ત્રણ ખેચરી કહેતી હતી, તેટલામાં તે ક્ષણવારમાં આકાશની અંદર દુંદુભિના ધ્વનિ સાથે હજારો વિમાન પ્રગટ થઈ ગયા. સમીપમાં આવી વિમાન છેડી હાથમાં ભેટ