________________
૨૫૯ આવ્યા અને વિનયથી નમ્ર થઈ આ પ્રમાણે બેલ્યા, “સ્વામી,
જ્યારથી ઈન્દ્રનો માતલિ સારથિ તમારે માટે રથ લઈને આવ્યા હતા, ત્યારથી જ અમેએ કૃષ્ણ વાસુદેવને જ વિજય જાણી લીધું હતું. હે પ્રભુ! વાસુદેવ એકલે હોય તે પણ તે પ્રતિવાસુદેવને હણનાર થાય એવી મર્યાદા છે, તે આ વાસુદેવે જગન્નાથની સહાય પ્રાપ્ત કરી છે, તેની શી વાત કરવી? હે સ્વામિ ! હવે અમે તમારા શરણે આવ્યા છીએ, અમને જીવાડે.” તેઓનાં આવાં વચન સાંભળી નેમિનાથે તેમને સાંત્વન કરી સ્વસ્થ કર્યા. પછી નેમિનાથ તે બધા રાજાઓને લઈને કૃષ્ણની પાસે આવ્યા. કણે નેમિનાથને ગાઢ આલિંગન પૂર્વક બહુમાન કરી આવવાનું કારણ પૂછ્યું. નેમિનાથે તે કારણ કહી બતાવ્યું. પછી પ્રભુનાં વચનથી કૃષ્ણ તે નમ્ર થયેલા રાજાઓને અંગીકાર કર્યો. “તમે હવે મારા થઈને રહો. મારે ભય રાખશે નહિ, જે થઈ ગયું તે થયું, હવે હું તેને સંભારતો નથી. આ પ્રમાણે કહી કૃષ્ણ તેમના પૃષ્ટ ઉપર હાથ મૂકો અને તાંબુલ વિગેરેથી તેમને સત્કાર કર્યો. પછી કૃષ્ણ મગધ દેશને ચોથો ભાગ આપી જરાસંઘના પુત્ર સહદેવને તેના પિતાની પદવી ઉપર આરેપિત કર્યો. સૂર્ય જાણે ચિરકાલ ભમી ભમી શાંત થઈ સ્નાન કરવાની ઇચ્છા કરતો હોય તેમ તેને પશ્ચિમ સમુદ્રને પ્રાપ્ત કર્યો. તે પછી શ્રી નેમિનાથે ઈન્દ્રના સારથિ માતલિને વિદાય કર્યો એટલે તે ચાલ્યા ગ. સર્વ યાદ હર્ષથી પોતાના તંબુમાં ચાલ્યા ગયા.
બીજે દિવસે પ્રાતઃકાળે ત્રણ વિદ્યાધરીએ આવી તેમણે