________________
૨૫૭ ચિતાગ્નિમાં તેને તરત બળવું પડશે, તેથી અસમર્થ એવા તારાથી લાંબો કાળ થયાં એ પ્રતિજ્ઞા પૂરી થઈ નથી. આ પ્રમાણે વચનરૂપ પ્રહારથી જેને ક્રોધાગ્નિ જાગ્રત થયે છે એ મગધપતિ વર્ષાકાળના મેઘની જેમ બાણની ધારાવૃષ્ટિ કરવા લાગ્યું. પ્રચંડ પવનની જેમ કૃણે તેને અકળાવી દીધો. બંનેની વચ્ચે સમાન બળથી ચિરકાલ યુદ્ધ ચાલ્યું. આકાશમાં મળેલા ખેચરો, દેવતાઓ અને અસુરે બીજા વિષયને છોડી દઈ દૂર રહી એક નજરે તે યુદ્ધ જેવા લાગ્યા. કૃષ્ણ મંગધપતિના હાસ્ત્રોને હાસ્ત્રોથી અને દૈવત અસ્ત્રોને દેવત અસ્ત્રોથી છેદતા હતા. જ્યારે બધા અસ્ત્રો નિષ્ફળ થયાં એટલે મગધપતિ જરાસંઘે સર્વ શસ્ત્રોમાં શિરમણિ રૂપ અને દુખેથી વારી શકાય તેવા ચક્રનું સ્મરણ કર્યું. હજારે દેવતાઓએ સેવેલું અને હજારો આરાવાલું તે ચક્ર આવી મગધપતિના હાથના અલંકાર રૂપ થયું. પછી રાજા જરાસંઘે તે ચક્રને અતિ ભમાવીને છોડી દીધું. જ્યારે તે ચક્ર ચાલવા લાગ્યું, એટલે પાંડવ વિગેરે હજારે યોદ્ધાઓ હાથમાં ગદા અને મુદ્દગળ રાખી સાવધાન થઈ ઉભા રહ્યા પણ તેમનાથી તે ખલિત કરી શકાયું નહિ. અનુક્રમે તે ચક્ર આવી કૃષ્ણની છાતીમાં વાગ્યું. પછી કૃષ્ણ તેને પોતાની વસ્તુની જેમ હાથમાં લઈ લીધું. તે વખતે દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી અને તેઓ આકાશમાં રહી હાથે તાળી આપી કહેવા લાગ્યા કે, “અર્ધ ભરતની ભૂમિના ભોક્તા અને પ્રતિ વાસુદેવના હણનાર આ નવમા ચકધારી થયા છે.” આવી રીતે આ