________________
૨૫૬
મૃગલાના ભંગ કરે તેમ એકલા પ્રભુએ લાખા રાજાઓના ભંગ કરી દીધા. આ પ્રતિવાસુદેવ જરાસંઘ વાસુદેવથીજ વધ્યું છે,' એમ ધારી પ્રભુ તેની ઉપેક્ષા કરી દૂર ઉભા રહ્યા. જીવહિંસા કરવામાં વિમુખ એવા પ્રભુ કેટલેાક વખત પ્રતિવાસુદેવ જરાસંધનુ સૈન્ય રૂધી રથ ફેરવતા હતા. યાદવેાના સૈનિકે એટલેા સમય વિશ્રામ લઈ પછી ઉત્સાહ પ્રાપ્ત કરી નાહિંમત થયેલા શત્રુઓની સાથે પાછા યુદ્ધ કરવા લાગ્યા.
આ અરસામાં પાંડુના પુત્રએ યુદ્ધ કરવાની ઇચ્છાએ આવેલા બાકીના કૌરવાને મારી નાંખ્યા. પછી બલદેવ પણ સ્વસ્થ થઈને રણભૂમિમાં બેઠા થયા અને હાથમાં હલ તથા મુશલ લઈને તેણે ઘણાએને મારવા માંડ્યા.
પછી જરાસંઘે પા કૃષ્ણને રણભૂમિમાં ખેલાવ્યો અને કહ્યું, 'અરે કૃષ્ણ ! બીજાઓને માર્યા તેથી શું થયું ? તું મારી સાથે યુદ્ધ કરવા આવ. અરે માયાવી, તું માયાથી જ જીવે છે. તે કંસને પણ માયાથી જ માર્યાં છે. અરે ગાવાળીયા, કોઈ ઠેકાણે પણ તારૂ ખળ માયા વગરનું સાંભળવામાં આવ્યું નથી. હવે આ તારી માયા તારા પ્રાણુની સાથે નાશ કરવાની છે.’
કૃષ્ણ હસતા હસતા ખેલ્યા, અરે ડાસા, તું શું બડઅડે છે? તારા અંત કરી હું તારી દુહિતાની પ્રતિજ્ઞા પૂરી કરીશ. જેમ કીડી મરવાની હોય ત્યારે તેને પાંખા આવે છે, તેમ મરણમાં ઉન્મુખ થયેલા એવા તને જે આ મળ આવ્યું છે, તે મારા જાણવામાં છે. તને મારી નાંખવાથી તારી