________________
૨૫૪
બળવાન બલદેવે મગધપતિ જરાસ‘ઘને કહ્યુ', અરે મૂર્ખ, યુદ્ધમાં આવી મરેલા પુત્રોનેા શા માટે શેક કરે છે? મારી સાથે યુદ્ધ કરવાને તૈયાર થા.’
બલદેવનાં આ વચન સાંભળતાં જ મંગધપતિ સિંહની જેમ ક્રોધ કરી તરત બેઠા થયા, અને ગદાથી યાદવાને મારવા લાગ્યા. તે વખતે વચમાં રહેલા ખલરામ ઉપર તેણે બળથી એવી ગદા મારી કે, જે હૃદયમાં લાગવાથી બલદેવ સૂરૂં ખાઈને પડી ગયેા; અને તેના મુખમાંથી રૂધિરનુ વમન થઈ ગયું. બલદેવને પડેલા જોઈ બધા યાદવા હાહાકાર કરવા લાગ્યા. પછી જરાસંઘ આવીને જેવામાં ગદાના બીજો ઘા મારવા જતા હતા, તેવામાં અજુ ને આવી તેને અટકાવી દીધા મૂર્ચ્છાઁથી પડેલા બલરામની વિધુરતા જોઈ ક્રોધથી પ્રજવલિત થયેલા કૃષ્ણ તીક્ષ્ણ બાણાને વર્ષાવવા લાગ્યા. અને તેણે ગરૂડની પાંખાની જેમ જરાસંઘના અગણાતેર પુત્રાને એક રમત માત્રમાં મારી નાખ્યા. પેાત્તાના પુત્રોને હણાએલા જોઈ મગધપતિ જરાસંઘે વિચાર્યું કે, હવે આ રામ તેા મૃતપ્રાય થયેલ છે, તેને મારીને મારે શું કરવું છે, અને સિંહ આગળ મૃગલાની જેમ આ અજુ નને માર્ચ પણ શું થવાનું છે?” આવું વિચારી જરાસંઘ અલરામ અને અર્જુનને છોડી કૃષ્ણને મારવા આવ્યેા. મહાબાહુ જરાસંઘ જ્યારે સાક્ષાત્ યમરાજની જેમ ક્રોધ કરી કૃષ્ણ ઉપર ધસી આવ્યૌ, તે વખતે સ યાદવે ભય પામી
હાહાકાર કરવા લાગ્યા.
આ વખતે શક ઇંદ્રના સારથિ માતલિએ અરિષ્ટનેમિને