________________
૨૫૩ તે ગદાથી શિશુપાલના રથને ભાંગી નાંખ્યો; પછી શિશુપાલ ખડગ લઈ પેદલ થઈ કૃષ્ણની આગળ યુદ્ધ કરવાને ઉભો રહ્યો. કૃણે સિંહની જેમ છલંગ મારી શિશુપાલના હાથમાંથી ખડગ લઈ તેનાથી જ તેનું મસ્તક તરત છેદી નાખ્યું.
જ્યારે પુષ્ય નાશ પામે છે ત્યારે ધન વિગેરે સર્વ બીજાનું થઈ જાય છે તે શસ્ત્રોની શી વાત કરવી? તે વખતે પિતાનું શસ્ત્ર પોતાનું જ ઘાતક થાય છે.
આ પ્રમાણે જ્યારે શિશુપાલને વધ થશે એટલે બધા યાદવોને હણવાની ઈચ્છા રાખતો જરાસંઘ મુખેથી બે , “હે યાદવે, તમે બધા વૃથા મરે નહીં. આ બલ અને કૃષ્ણ બંને ગોપાલ મને સેંપી દો.” તે સાંભળી કૃષ્ણ બોલ્યો, “અરે ! તું ફેગટને શું બડબડે છે ? આ અમે બંને ગોપાલ તારી આગળ જ ઉભા છીએ. અમને પકડી લે. જે તારે અમને પકડવા ન હોય તે જાણે મરવાને ઈચ્છતા હોય એવા તને અમે પકડી લઈશું. કૃષ્ણનાં આવાં વચન સાંભળી રેષથી અંધ થયેલે જરાસંઘ કૃષ્ણ ઉપર દોડી આવ્યો. તે વખતે જરાસંઘના અઠયાવીશ પુત્રો બલદેવની સામા આવ્યા અને અગણોતેર પુત્રો જરાસંઘને અટકાવી કૃષ્ણની સામે ઉભા રહ્યા. પિતાના પુત્રનું બલ જેતે જરાસંઘ એક તરફ રહ્યો અને કૃષ્ણ તથા બલદેવને તેઓની સાથે ઘોર યુદ્ધ ચાલ્યું. બલદેવે ક્ષણમાં તે અઠયાવીશ પુત્રોને હળ અને મુશલથી ચૂર્ણ કરી મારી નાંખ્યા. એટલા બધા પુત્રોનો એકી સાથે સંહાર જોઈ જરાસંઘ રાજાઓની આગળ હૃદયમાં ક્ષોભ પામી ગયો. તે વખતે