________________
૨પર
એટલે સારણે તેની નજીક આવી યવનના મસ્તકને છેદી નાખ્યું. જરાસંઘનો પુત્ર યવન જ્યારે હણાયે ત્યારે કૃષ્ણ ગોપાલની જેમ યાદવની સાથે નાચવા લાગ્યો. પિતાના પુત્રનો વધ નજરે થયેલે જેઈ જરાસંઘને ઘણે ક્રોધ ચડ્યો. સિંહ જેમ મૃગલાને મારવા દેટ મૂકે તેમ તેણે યાદવેને મારવા દોટ મૂકી, વીર જરાસંઘે તત્કાલ રામના દશ પુત્રો મારી નાખ્યા. તે સિવાય બીજા સુભટ એટલા બધા માર્યા કે જેમની સંખ્યા કોણ કરી શકે ? તે વખતે યમરાજની જેમ જરાસંઘના ભયથી યાદવ સેના નાસવા માંડી, અને જરાસંઘ આ જગતને યાદવ વગરનું કરવા તેની પાછળ દોડ્યો. આ વખતે સેનાપતિ શિશુપાલ હસતે હસતો કૃષ્ણ પ્રત્યે બે, “અરે ગોપાલ, આ તારૂં ગેકુળ નથી, કિંતુ આ તે યુદ્ધભૂમિ છે.” શિશુપાલની આવી મર્મવેધક વાણીથી વીંધાયેલે કૃષ્ણ તે નાસી જતાં પોતાના લોકોને આશ્વાસન આપી તેમની આગળ આવી ઉભે રહ્યો. તે વખતે શિશુપાલ આવી કૃષ્ણની આડે ઉભે રહ્યો, એટલે કૃષ્ણ કહ્યું, “યમરાજાના મુખને પહેલે કોળી તું થા અને બીજે કળીયે તારો સ્વામી થશે.” આ પ્રમાણે કહી કૃષ્ણ શિશુપાલની સાથે યુદ્ધ કરવા માંડ્યું. ચેદી દેશનો મહારાજા શિશુપાલ મેઘ જેમ કરા વર્ષાવે તેમ બાણને વર્ષાવતાં થાક્યો નહીં, તેવી જ રીતે લક્ષવેલી અને મોટી ભુજાવાળો કૃષ્ણ તે બને છેદતાં થાક્યો નહીં. પછી ચેદીપતિ બાણોની વૃષ્ટિ છેડી દઈ હાથમાં ગદા લઈ ઉભે રહ્યો, એટલે કૃષ્ણ પણ પોતે કૌમુદી ગદા હાથમાં લઈ ઉભો રહ્યો. કૃષ્ણ