________________
રપ૧ છે. જેના રથના અશ્વો સોનેરી રંગના છે, તે આ સર્વ યાદવમાં વૃદ્ધ અને મહા ભાગ્યશાળી સમુદ્રવિજય છે. ગુલાબી રંગના અશ્વવાળે અને હાથીના ચિહ્નવાળી ધ્વજાવાળે તે આ અનાધૃષ્ણુિ યાદવ છે. નીલ અશ્વવાળા રથ ઉપર બેઠેલે આ પાંડુને પુત્ર યુધિષ્ઠિર છે. વેત રંગના અધવાલા રથમાં બેઠેલે આ મધ્યમ પાંડવ અર્જુન છે. નીલ અશ્વના રથ ઉપર બેઠેલે અને જેના હાથમાં ગદા છે એવો આ ભીમ છે. નળીયાના જેવા રંગવાલા ઘેડાના રથમાં બેઠેલે આ નકુલ પાંડવ છે, તેની પડખે વેત અશ્વવાળે આ સહદેવ છે, અને કાબરા અધિવાળે આ સાત્યકિ છે. ઈન્દ્ર જેમને રથ અર્પણ કરેલો છે એવા આ વૃષભના ચિન્હવાળા નેમિનાથ છે. પિયણના જેવા રંગવાળા ઘોડાના રથ ઉપર બેઠેલો આ મહાનેમિ અને હિંસના જેવા અશ્વવાળે. આ ઉગ્રસેન રાજા છે, તે તમે જાણી લેજે. હે રાજા, બીજા જાતજાતના ઘડાવાળા રથે અને ધ્વજાઓવાળા બીજા ઘણું યાદ છે, તેઓનાં નામ કેવી રીતે કહી શકાય ? કારણ કે, તેઓ હજારોની સંખ્યાવાળા છે.”
હંસકના આવા વચન સાંભળી પોતાના મિત્ર કંસના વધનું વૈર સંભારી જરાસંઘે બલરામ કૃષ્ણની સન્મુખ પિતાને રથ હંકાર્યો. પછી વેગવાન ઘડાવાળે જરાસંઘને પુત્ર યવન વસુદેવના અક્રૂર વિગેરે પુત્રોને હણવાને તત્કાલ પિતાને રથ હંકારી કોધથી લાલ થઈ બાણોની વૃષ્ટિ કરવા લાગ્યો. તે વખતે બલરામના ભાઈ સારણે આગળ આવીને તેને અટકાવ્યો. યવને તત્કાલ સારણને રથ ભાંગી નાંખ્યો,