________________
૨૫૦ જાય છે. સૂર્ય અસ્ત થયો એટલે સર્વે યોદ્ધાઓ ક્ષુધાતુર તૃષાતુર થવાથી પોતપોતાને સ્થાનકે ચાલ્યા ગયા. યાદ તે પિતાને સ્થાનકે જઈ આવ્હારાદિક કરી કૃષ્ણની આગળ ગાનતાન કરવા લાગ્યા. પુણ્યહીન જરાસંઘ રાજાએ મંત્રીઓ સાથે સલાહ કરી સેના પતિના પદ ઉપર શિશુપાલ રાજાને અભિષેક કર્યો, અને પિતાની મહેર છાપવાળ સુવર્ણને પટો આપે.
રાત્રીના સમય સુખેથી નિર્ગમન થયા પછી પ્રભાત કાળમાં શિશુપાલ રાજાએ પિતાનું સૈન્ય ચક્રવ્યુહે ગોઠવી દીધું. આ સંગ્રામમાં છેવટે કૃષ્ણને જ શુભ ઉદય થવાને છે એમ જાણું અનાધષ્ણુિએ નિર્ભયપણે પુનઃ ગરૂડ વ્યુહ રચ્યું. આવી રીતે બે બાજુના યોદ્ધાઓ તૈયાર થઈ ઉભા થઈ ગયા ત્યારે જરાસંઘ રાજા પિતાના મંત્રી હંસકને કહે છે કે, હે મંત્રી ! મારી અભિમુખ ઉભેલા આ સર્વ યાદવેનાં નામ લઈ લઈને તું મને ઓળખાવ, કે જેથી હું પોતે એ લોકેને ગણી ગણીને કેવલ નામ માત્રથી જ અવશેષ કરૂં, મતલબ કે, મારા ખડગની ધારારૂપ પવિત્ર જળમાં સ્નાન કરાવી એ લોકોને સ્વર્ગમાં પહોંચાડી દઉં.” જરાસંઘના આવાં વચન સાંભળી હંસક નામે મંત્રી કહે છે કે, “હે રાજન ! આપ સાવધાન થઈ સાંભળે. આ કૃષ્ણ બળદેવ વિગેરે સર્વ યાદવોને હું તમને ઓળખાવું છું. આ યાદવ સૈન્યના મધ્ય ભાગે ગરૂડની ધ્વજાવાલા રથમાં જે બેઠેલા છે, તે કૃષ્ણ છે. જેના રથને શ્યામ ઘેડાઓ જોડેલા છે અને જેણે શ્યામ વસ્ત્રો પહેરેલાં છે, તે આ કૃષ્ણના જ્યેષ્ઠ બંધુ બલદેવ