________________
૨૪૯
નાખી, મુષ્ટિના પ્રહારથી મૃત્તિકાના પિંડની પેઠે તેનું મર્દન કરી પ્રાણ રહિત કર્યો, તે સમયે દેવાંગનાઓ આવી તેને વરી. ભૂરીશ્રવા મરી જવાથી સર્વ યાદવે એક બીજાને હાથમાં તાળીઓ મારી ખુશી ખુશી થયા; અને જરાસંઘની સેનામાં મહા કોલાહલ શબ્દપૂર્વક શેક શેક થઈ રહ્યો. તે પછી ઉભય સૈન્યના સેનાપતિ હિરણ્યનાભ અને અનાધૃણિનું બે ઘડી દેવતાઓ પણ સર્વ કાર્ય છોડી એકી નજરથી જુએ તેવું વિચિત્ર યુદ્ધ શરૂ થયું. તે સંગ્રામ, બાણેના પ્રહારોથી, એક બીજાની ભુજાઓ અથડાવાથી તથા એક બીજાના હસ્તાકર્ષણ કરવાથી લાંબા વખત સુધી ટકી ર. છેવટમાં મહા અભિમાની હિરણ્યનાભ ખાસ મારવાની ઈચ્છાથી હાથમાં ઢાલ તરવાર લઈ અનાધષ્ણિની અભિમુખ દોડ્યો. તે સમયે બળવાન અને મહા ચંચલ અનાધૃષ્ણુિએ પિતાની નજીક આવેલા હિરણ્યનાભનું ઉઘાડું મસ્તક દેખી તરત જ તીક્ષ્ણ ખડગવતી તેનું શિર ધડ ઉપરથી ઉતારી નાખ્યું. તે વખતે સર્વ યાદવે તથા પાંડવે આવી અનાધષ્ણુિને ઘેરી લીધા અને પિતાના ઉત્તરીય વસ્ત્રથી તેના શરીર ઉપરની રજ સફા કરી અને તેનું આખું શરીર સ્વસ્થ કર્યું. પાંડવાદિક પિતાની બુદ્ધિથી વિચારે છે કે, હવે તો આના ઉપર પ્રહાર ન પડે તે ઠીક.
જરાસંઘના પક્ષના રાજાઓ ભયથી ત્રાસ પામ્યા અને બહુ જ થાકી ગયા તેથી જરાસંઘના શરણે ગયા. સૂર્ય પણ આખો દિવસ ભ્રમણ કરી થાકી ગયે તેથી પશ્ચિમ સમુદ્રમાં સ્નાન કરવા ગયે, કારણ કે નાન કરવાથી થાક ઉતારી