________________
૨૪૮
પુતળું હતુ, તે ગજ પર સ્વારી કરી મહાનેમિની આગળ આવી બકવા લાગ્યા કે, હું મહાનેમે ! તું મારી સામેા આવી જા, એટલે આપણે એ જણા યુદ્ધ કરીએ અને તને હું સુરાંગનાંએ અપાવું. આમ કહીને મહાનેમિને કચરી નાખવાની ઇચ્છાથી ભગદત્ત પેાતાનેા હાથી તેની સન્મુખ ચલાવ્યે ત્યારે અપ્રતિમ બળશાળી મહાનેમિએ પેાતાના હાથથી તેને ગજની નીચે પછાડી નાંખ્યું અને ઉભય પક્ષના સવ સૈનિકાએ હાંસી કરાતા તે ભગદત્ત ગજસહિત ભૂતલ પર આમતેમ આળેાટવા લાગ્યું. આ ઉપરથી એમ ધ્યાનમાં લેવાનું છે કે, અભિમાન એ એક ક્ષણમાં પેાતાની ક્ષતિ કરાવે છે. આ વિષે તત્વવેત્તા પુરૂષાએ ભગદત્તનું દૃષ્ટાંત દર્શાવેલું છે.
જીરા હાલે પડેલા ભગદત્તને મહાનેમિ કહે છે કે, ‘જા, તને હું છોડી દઉં , મારતા નથી, તું વિષયાભિલાષી છે તેથી તું જઈ સ્ત્રીઓની સાથે વિષય સુખ ભોગવ.’ તેટલામાં જરાસંઘના પક્ષમાંથી ભૂરિશ્રવા નામે યોદ્ધો તૈયાર થયા અને કૃષ્ણની સેનામાંથી સાત્યકિ નામે યાદવ તૈયાર થયેા. તે બેઉ જણા કુકડાની પેઠે સંગ્રામ કરવામાં મચ્યા. વચમાં જરા પણ બંધ ન રહ્યા. એ બન્નેના યુદ્ધને આકાશમાં ઉભેલા દેવતાએ હાસ્યપૂર્વક જોતા હતા. તેવામાં મહાનેમિ સાત્યકીને કહે છે કે, હું સાત્મકી ! એ ભૂરીશ્રવા પોતે સુરાંગનાના સોંગ બહુ જ ચાહે છે તે તેને ત્યાં જલદી પહોંચાડો. જરા પણ વિલંબ નહીં કરો.” આવી પ્રેરણા થવાથી ખમણા ઉત્સાહી થયેલા સાત્યકીએ ભૂરિશ્રવાને ભૂમિ પર પછાડી