________________
સારથિને મારી નાંખે ત્યારે તે સમયે હિરણ્યનાભ એકદમ તે રથમાંથી કુદકો મારી અન્ય રથમાં ચડી ગયે. બળશાળી તથા બાણાવલી હિરણ્યનાભે પણ એક ક્ષણમાં શર પ્રહાર કરી જયસેનના સારથિનો, ઘોડાને તથા રથને સંહાર કરી નાંખે. આ દેખાવને નહીં સહન કરી શકતા જયસેને ઉગ્ર બાણોનું વર્ષણ ચાલુ રાખ્યું. ત્યારે મહા શૂરવીર હિરણ્યનાભ પોતાના મુખ આડી ઢાલ રાખી બાણની વૃષ્ટિને ઝીલતો આગળ ગયે અને તીણ તલવાર વતી જયસેનનું શિર કાપી નાખ્યું. જયસેન મૃત્યુ પામે તે વખતે યાદવ સૈન્યમાં મહા કોલાહલ થઈ રહ્યો. મારે ભાઈ મરાયે, એમ જયસેનના બાંધવ મહીજયને ખબર પડતાં એકદમ તીક્ષણ ખડગ હાથમાં લઈ તે કેવલ પગપાળે દોડી ગયે. દર ઉભેલા હિરણ્યનાભે દોડી આવતા મહીજયને દેખી અતિ તીક્ષણ બાણ ફેકી તેનું મસ્તક છેદી નાખ્યું તેથી તે મહીજય પણ ભૂમિ પર પડ્યો. આવા મહા બે મહા યોદ્ધાઓ પડ્યા ત્યારે યાદવ સૈન્યના નાયક અનાધૃષ્ણુિએ પ્રતિજ્ઞા કરી કે, હું જે ખરે હોઉં તો હિરણ્યનાભને ઠાર કરીને જ આવું.” આમ પ્રતિજ્ઞા કરી સર્વ અસ્ત્રોથી ભરેલા રથમાં બેસી ક્રોધને લીધે જેને અધર થરથર કંપે છે તે અનાધષ્ણિ હિરણ્યનાભની સન્મુખ આવ્યો, તેમજ ઈતર યદુઓ પણ જરાસંઘ રાજાના ભૂપતિઓ સાથે રણમાં સામેલ થયા અને એક બીજા ઉપર એ બાણને વરસાદ વરસાવવા લાગ્યા કે જેને લીધે સૂર્ય પણ દેખાતે બંધ થયે. તેમાં પ્રાગજ્યોતિષપુરનો સ્વામિ ભગદત્ત નામે રાજા કે, જે ગર્વનું