________________
૧૭
આવી રીતે નારદનાં અમૃત સમાન મધુર વચન શ્રવણ કરી સ્નેહી ભીષ્મ રાજા બોલ્યા કે-હે મહાત્મન, ત્રણે લોકોમાં પૂજાયેલા છે સ્વામિન, લગ્ન ઉપર પડેલી બૃહસ્પતિની શુભ દૃષ્ટિની પેઠે જેના ઉપર આપની શુભ દષ્ટિ પડે ત્યાં અશુભ ક્યાંથી જ રહે? તમારા નામરૂપ મંત્રનો જપ કરવાથી મારી સર્વ આપત્તિઓ નષ્ટ થઈ તેથી આજે “ફરી ફરીને આ સંઘાત ક્યાં મળશે” એમ વિચારી આપના પૂજ્ય ચરણની સાથે સંપત્તિઓ પણ માહરા ઘરમાં પ્રાપ્ત થઈ છે. પણ આપ તે આજે ઘણેક વર્ષે પધાર્યા. તમારા દર્શનાભિલાષી આ ભક્તને કેમ વિસારી મૂક? ખેતરમાં વાવેલા અનાજને વિસારી મૂકનાર મેઘની પેઠે આપ જેવા પૂજ્ય પુરૂષે અમ જેવા ભક્તો સામું કઈ દિવસ ન જુએ તે અમારી શી ગતિ થાય? ચરણકમલ વડે ઘર પાવન કરવા માટે વખતો વખત પધારવું. ચંદ્રના દર્શનની માફક આપના દર્શનને સદા ઈચ્છું છું. | ઇત્યાદિક પ્રેમવાર્તા પરસ્પર ચાલે છે તેવામાં, જેનું દિવ્ય રૂપ છે, જેના કાનમાં પહેરેલા સુવર્ણન કુંડલે ચલાયમાન છે, જેના પ્રકુલ્લિત નયન છે, અષ્ટમીના ચંદ્રસમાન જેનું ભાલ છે, પાકેલા બિંબસમાન જેના અધર છે, પુષ્પસમાન ઉજ્વલ જેના દાંત છે, રેમમ હર્ષવાળે, કંઠમાં વિવિધ પ્રકારના હારને ધારણ કરનાર, કંચુકિયે અર્પણ કરેલા સુરભિ તાંબુલને મુખમાં ચાવતે, જેણે મસ્તક ઉપર સાચી જરીની પાઘ બાંધી છે. ચીનાઈ કાપડનું બનાવેલ અતિ ઉત્તમ અંગરખું