________________
૧૬
ગણાતા, પ્રફુર્ત્તિત કમલ સમાન નેત્રવાળા, સ્વજનોમાં અભીષ્મ ( નહી ભયંકર ) તેજે કરી ભીષ્મ ( ભયંકર ) નામે રાજા રાજ્ય કરે છે.
નમન કરતા અનેક રાજાએના પ્રણામ સ્વીકારમાં સન્મુખ સભામાં બેઠેલા ભીષ્મરાજાએ, શરીરમાં ચેાપડેલી ભસ્મને લીધે અતિ શ્વેત લાગતા, મસ્તકમાં બાંધેલા જટાજૂટથી શૈાલતાં, જેનાં પીળાં નેત્ર છે તેવા દૂરથી આવતા બ્રહ્મચારી નારદમુનિને જોયા. જોઈ ને એકદમ સિંહાસન ઉપરથી ઉઠી પાદુકાને છેડી દઈ આદરપૂર્ણાંક તે રાજાએ મુનિની સન્મુખ જઈ પરમભક્તિથી પ્રણામ કર્યાં, વિનયશાલી તે રાજા મુનિને આગળ કરી સભામાં લઈ આવી પાઘ અઘોર્દિકથી પૂજન કરી મોટા આસન ઉપર બેસાડી કર સપુટ કરી સ્તુતિ કરે છે કે, હે મહર્ષિ-આપના ચરણકમલના દર્શીનથી મારા સ` દેશ આજ વૃદ્ધિ પામ્યા. મારી નગરી પણ કૃતાર્થ થઈ. આપના ચરણસ્પર્શ થવાથી મારી સલા આજ પવિત્ર થઈ. મારે જન્મ આજ સફળ થયા. આજના દિવસ સફ્ળ થયા તથા વમાન સમય પણ સફળ થયે, કારણ કે આપના પાદપદ્મનાં દર્શન થયાં. એવી રીતે સમયેચિત વાકય સમૂહથી સ્તુતિ કરી તે રાજા મુનિના આદેશથી હાથ જોડી નારદમુનિની સન્મુખ ષ્ટિ દઈ આસન ઉપર બેઠા. રાજા ઉપર સ્નેહને લીધે નારદમુનિ વચનામૃત વર્ષાવવા લાગ્યા કે હે રાજન-તારા દેશમાં, રાજ્યમાં, સ્ત્રી પુત્રાદિકમાં, સૈન્યમાં તથા સ્વજનાદિકમાં કુશલતા વતે છે! તેમ તું પણુ કુશલ છે. !