________________
अथ द्वितीय सर्गः
ત્યાર પછી ધારેલા કાર્યને પાર પહોંચાડનારી યુક્તિ પિતાના ધ્યાનમાં આવવાથી મનમાં અતિ સંતુષ્ટ થતા નારદમુનિ મનમાં વિચારે છે કે એ સત્યભામાને એવા સપત્નીરૂપ સંકટમાં નાખું કે જેથી મારા જેવાનું પુનઃ અપમાન ન કરે અને તેવી કન્યાનું દર્શન કરાવવાથી કૃષ્ણમહારાજ પણ માહરા ઉપર સંતુષ્ટ થાય તથા અતિ પુષ્ટ સ્તનવાળી કૃષ્ણને માનીતી હોવાથી રૂપલાવણ્યાદિકનું અભિમાન રાખનારી આ સત્યભામા રૂપલાવણ્ય સંપન્ન સપત્નીના સમાગમથી અતિ દુઃખી થઈ અપમાનના ફલને પામે. એમ વિચાર કરતા કરતા લાટ ભેટ મહાભેટ કાશ્મીર અને મગધાદિક દેશોમાં ભ્રમણ કરવા લાગ્યા. એક દિવસે વાયુની પેઠે અખલિત વિહાર કરનારા સત્યભામા ઉપર કધાયમાન થયેલા કૃષ્ણ ઉપર પ્રસન્ન થયેલા નારદમુનિ વિદર્ભ દેશમાં અતિ મનોહર રાજધાનીના ગુણોને આધાર વિશ્વત્રયનું ભૂષણ કુંઠિનપુરમાં ગયા, તે નગરીમાં શત્રુઓનું દમન કરનાર, રૂપમાં કામદેવસમાન, પ્રતાપમાં સૂર્ય સમાન, સમતામાં ચંદ્ર સમાન, કલ્પવૃક્ષની પેઠે યાચકજનેની ઈચ્છા પરિપૂર્ણ કરનાર, જેના શત્રુસમૂહે નષ્ટ થયા છે, લહમીથી પરિપૂર્ણ, મુખમાં સરસ્વતીને ધારણ કરનાર, કર પંકજમાં લક્ષમીને ધારણ કરનાર, શરીરમાં કાંતિને ધારણ કરનાર, હૃદયકમલમાં લજજાને ધારણ કરનાર, સર્વ રાજાઓમાં મુખ્ય