________________
નાખ્યું. મહા શૂરવીર કર્ણ મરાયે એકલે સહાય વગરને થયેલે દુર્યોધન મુક્ત કંઠે અત્યંત વારંવાર પિકે પિકે રૂદન કરવા લાગ્યા. અને યાદો તથા પાંડવે સિંહનાદ સાથે મૃદંગ ધ્વનિપૂર્વક નૃત્ય કરવા લાગ્યા. થોડી વાર પછી ભીમસેન હાથમાં ગદા લઈ દુર્યોધનને કહે છે કે, “અરે ! તું આ રણભૂમિમાં રૂદન કરવા આવ્યો છે કે યુદ્ધ કરવા ? જરા શરમાં અને ઉઠ, ઉભે થા, એટલે હમણાં જ તને હું સૂર્યના પુત્ર કર્ણની આગળ પહોંચાડી દઉં, જેથી તારે અને કર્ણને વિયોગ મટે. હે ભાઈ દુર્યોધન ! ઉભો થા, ઉભે થા, આ સમયે રૂદન કરવું તને ઉચિત નથી, માટે ઉઠ, હાથમાં ગદા લે અને તારા મિત્ર કર્ણને જઈ મળ.”
આવાં વાકયે શ્રવણ કરી અતિ ગુસ્સે થયેલો દુર્યોધન કેટલીક સેના લઈ ભીમસેનને મારવાની ઇચ્છાથી ગદા લઈ એકદમ તેની સામે દેડ્યો, ત્યારે ભીમસેને તે આવતાં વેંત જ વૈરનું સ્મરણ થવાથી એકદમ અશ્વ, ગજ અને રથ વિગેરેને ગદા વતી ચૂરેચૂરો કરી નાખ્યો. જે તેની સન્મુખ આવ્યો કે તે જ વખતે તેને ઉડાડી દેવા લાગ્યો. ભીમસેનનું આવું સાહસ જોઈ ત્રાસ પામેલા કૌરવ દ્ધાઓ તે તે સમયે પલાયન થઈ ગયા. કૌરવની સેનામાં તે કઈ મહાભટ ન હતો કે જે એક ક્ષણભર ભીમસેનની સન્મુખ ઉભે રહે. પણ દુર્યોધનને તે વીરત્વનું અભિમાન હતું તેથી ભાગતાં તેને લજજા આવતી હતી, માટે કેવલ તે શરમને લીધે જ ભીમસેનની સન્મુખ એકાએક ઉભે રહ્યો. ત્યારે ભીમસેન કહે છે કે, હું તને ઘણા દિવસથી ચાહતો હતે