________________
૨૪૨ વિશ્રાંતિ લઈ શકુનિ ધનુષ લઈ સામે આવ્યો અને સહદેવની સન્મુખ બાણે વરસાવવા લાગ્યા. પણ સહદેવના પુણ્ય પ્રભાવથી બાણને વરસાદ તદ્દન નિષ્ફળ ગયે. શકુનિ તે બાણ ફેંકી શ્રમિત થયે છે, એમ જાણી સહદેવે ગદા વતી એકદમ શકુનિને રથ ભાંગી નાંખ્યો, ઘોડાને મારી નાંખ્યા અને શકુનિનું શિર છેદી નાખ્યું. પિતાના અનુજ બંધુ સહદેવનું આવું પરાક્રમ જોઈ નકુલને જાણે શરમ આવી હોય કે મારા કરતાં તો મારે નાનો ભાઈ વધી ગયે, તેમ નકુલે ગદા વડે ઉલૂક રાજાને રથ ભાંગી નાખે તેથી રથ વગરને થયેલ ઉલૂક રાજા પ્રાણ બચાવી ભાગી છુટયે.
રણમાં પિતાની ફતેહની ચાહના રાખતા કુમષણદિક છ રાજાઓએ વિવિધ શર પ્રહારોથી દ્રૌપદીના પુત્રો સાથે ઘણે વખત યુદ્ધ કર્યું. તેમાં યુદ્ધ કરતાં કરતાં દ્રૌપદીના પુત્રોએ એકદમ શર પ્રહાર એ તે આદર્યો કે જેને લઈને દુમર્ષણાદિક છે રાજાઓ ત્રાહ્ય, ત્રાહ્ય કરતા ભાગી છૂટયા અને વિચાર વગરના તેઓ કૌરના અધિપતિ દુર્યોધનના શરણે ગયા. ત્યાર પછી પણ દુર્યોધન અજુનની સાથે યુદ્ધ કરવા સામેલ થયે. તે સમયે બળદેવના પુત્રો સહિત અજુને બાણવૃષ્ટિથી દુર્યોધન ત્યાં હોવા છતાં પણ આખી કૌરવ સેનાને સૂર્યની જેમ તપાવી દીધી. તેમાં વચમાં અર્જુને છલથી જયદ્રથ રાજાનું શિર છેદી નાખ્યું. તાલ વૃક્ષ ઉપરથી જેમ ફળ પડે તેમ તેનું શિર નીચે પડ્યું. જ્યારે જયદ્રથ રાજા ભરાયે ત્યારે દુર્યોધન રાજા ભયભીત બની ઉપરથી ડોળ બતાવી મનમાં ઘણું જ શેચ કરવા લાગ્યા. દુર્યોધનને