________________
૨૪૧ કેમ થઈ હોય તેમ ભીમસેને પણ દુર્યોધનને અનુજ બંધુ દુઃશાસનને મારી દ્રૌપદીનાં કેશાકર્ષણનું વૈર વાળ્યું. વિદ્વાન પુરૂષ કહે છે કે, અભિમાની પુરૂષ જે કાર્ય કરવા અંગીકાર કરે છે તે જ્યારે સમય આવે ત્યારે કયે જ રહે છે, ચૂકતા નથી.
યુધિષ્ઠિર તથા ભીમસેનનું બહાદુરીનું આવું કૃત્ય જોઈ સ્પર્ધા થવાથી સહદેવે શકુનિના પ્રાણ લેનાર એક બાણનો પ્રહાર કર્યો. શકુનિ આ પગલે જ મરી જશે, એમ જોઈ શકુનિના રથમાં બેઠેલા દુર્યોધને પિતાના બાણથી સહદેવના બાણને અધવચગાળે જ કાપી નાખ્યું. નિષ્ફળ થએલા પિતાના બાણને જોઈ સહદેવ કહે છે કે, “અરે ! દુર્યોધન ! તું અદ્યાપિ ઘુતની પેઠે માયાથી શું રમે છે ? બાહુમાં બળ હોય તે મારી સન્મુખ ઉભું રહે એટલે ખબર પાડી દઉં. પણ ભલે, તમે બંને જણ મારી સાથે આવી જાઓ એટલે તમને એને મારી, સાથે જ નરકમાં પહોંચાડું, કારણ કે તમે બે અન્ય અન્ય મિત્ર હોવાથી એક બીજાને વિયેગ સહન નહીં કરી શકે.” આમ કહીને સહદેવે તે બે સાથે યુદ્ધ શરૂ કર્યું, કારણ કે પાંડુ પુત્રને તે બે હોય અથવા સહસ્ત્ર હોય તે પણ તે તૃણ સમાન છે. હવે યુદ્ધમાં સહદેવે અવિચિછન્ન ઘાટી બાણવૃષ્ટિથી દુર્યોધનને આકુલ વ્યાકુલ કરી દીધું ત્યારે અતિ કોધ પામેલા દુર્યોધને સહદેવને મારવા માટે મંત્ર ભણું એક બાણ મૂકયું. અતિ ત્વરાથી ચાલ્યા આવતા તે બાણને જોઈ અજુને ગરૂડ બાણ મૂકી તેને કાપી નાખ્યું. એક ક્ષણભર
૧૬